IND vs SA : રોહિત-ગંભીર વચ્ચે ડ્રેસિંગ રૂમના બોલાચાલી થઈ? ફોટો વાયરલ
IND vs SA : ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાંથી એક એવો ફોટો વાયરલ થયો છે, જેણે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો કર્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીના પ્રથમ મુકાબલા દરમિયાન રોહિત શર્મા અને ટીમના કોચ ગૌતમ ગંભીર વચ્ચેની વાતચીતનો આ ફોટો છે, જેને લઈને ચાહકોમાં અટકળો લગાવાઈ રહી છે.

રાંચીમાં રમાયેલા દક્ષિણ આફ્રિકા સામેના રોમાંચક વનડે મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્માનું બેટ પણ ચાલ્યું અને વિરાટ કોહલીએ સદી ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. આ જીત બાદ સોશિયલ મીડિયા પર કોચ ગૌતમ ગંભીરને ટ્રોલ કરવાનું શરૂ થયું અને ત્યાં જ ડ્રેસિંગ રૂમની એક તસવીર વાયરલ થઈ છે.
વાયરલ થયેલા ફોટામાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીર કોઈક ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ફોટાના હાવભાવ પરથી સ્પષ્ટ જણાય છે કે રોહિત શર્મા હાથના ઇશારાથી જોશભેર પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ તસવીર જોયા બાદ ક્રિકેટ ચાહકોએ તરત જ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા ફેન્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે રોહિત શર્માએ કોચ ગંભીરને મેદાન પરના પ્રદર્શન કે રણનીતિને લઈને ઝૂડી નાખ્યા.
જો કે, આ માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ છે. આ ફોટા પાછળની વાસ્તવિકતા શું છે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બન્ને દિગ્ગજ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં કોઈ સામાન્ય રણનીતિ અથવા આગામી મેચ વિશે ચર્ચા કરી રહ્યા હોય તેવું પણ બની શકે છે.
Gautam Gambhir after realising he’s nothing without Rohit Sharma.😂🔥 pic.twitter.com/3QEJnFH0BS
— Rohan💫 (@rohann__45) November 30, 2025
નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ ગૌતમ ગંભીર અને ટીમના અન્ય સિનિયર ખેલાડીઓ ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે.
કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે બંને દિગ્ગજ બેટ્સમેનોના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ ટીમમાં ઘણી વસ્તુઓ બરાબર નથી ચાલી રહી.
હાલમાં દક્ષિણ આફ્રિકા સીરીઝ પૂરી થયા બાદ BCCI રોહિત અને કોહલીના વનડે કરિયરને લઈને પણ મહત્વની બેઠક યોજવાની તૈયારી કરી રહ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
