IND vs PAK : વિરાટ કોહલીની સદી સાથે રેકોર્ડનો પણ વરસાદ, એક સાથે આટલા મોટા રેકોર્ડ બ્રેક કર્યા
એશિયા કપના ભારત-પાકિસ્તાન વચ્ચેના ધમાકેદાર મુકાબલામાં વિરાટ-કોહલીના બેટથી રનનો વરસાદ થયો છે. કેએલ રાહુલ સાથે શાનદાર ભાગીદારી કરીને 13 હજાર અને અને 47 સદી ફટકારવા સાથે વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ બ્રેક કર્યા છે.
રોહિત શર્મા અને શુભમન ગિલની અડધી સદી સાથે ધમારેદાર શરૂઆત બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલ બન્નેએ સદી ફટકારી ભારતને 350 પાર પહોંચાડી દીધુ. વિરાટ કોહલીએ 94 બોલમાં અણનમ 122 રન અને કેએલ રાહુલે 106 બોલમાં 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
આ સાથે જ વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં 13 હજાર રન પુરા કરીને વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ 267 ઇનિંગ્સમાં 13 હજાર રન પુરા કર્યા. અગાઉ આ યાદીમાં સચિન તેંડુલકર ટોચ પર હતો. સચિન તેંડુલકરે 321 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્રીજા નંબર પર છે.
કોલંબોમાં વિરાટ કોહલીની ચૌથી સદી
વિરાટ કોહલી કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સતત 4 મેચમાં 4 સદી ફટકારનાકો બેટ્સમેન છે. આ મેદાન પર વિરાટ કોહલીએ છેલ્લી 4 વનડે ઇનિંગ્સમાં અનુક્રમે 128, 131, 110 અને 122 રન બનાવ્યા છે. આ સિવાય તે ત્રણ વખત નોટાઉટ રહ્યો છે.
બહુ જલ્દી સચિનનો રેકોર્ડ તોડશે
વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી ચોથા સ્થાને છે. પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 18426 રન છે. સચિન તેંડુલકર પછી કુમાર સંગાકારા બીજા સ્થાને છે. કુમાર સંગાકારાએ વનડે મેચોમાં 14234 રન બનાવ્યા છે. જ્યારે રિકી પોન્ટિંગ ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનના નામે 13704 રન છે. આ પછી સનથ જયસૂર્યા છે. સનથ જયસૂર્યાએ વનડે મેચોમાં 13430 રન બનાવ્યા છે.
શું કહે છે વિરાટ કોહલીના આંકડા?
આ પછી લિસ્ટમાં વિરાટ કોહલીનો નંબર આવે છે. વિરાટ કોહલીએ 278 વનડે મેચોની 267 ઇનિંગ્સમાં 13024 રન બનાવ્યા છે. આનાથી ઓછી ઈનિંગ્સમાં અન્ય કોઈ બેટ્સમેન વન ડે ફોર્મેટમાં 13 હજાર રનનો આંકડો પાર કરી શક્યો નથી. અત્યાર સુધી વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં 47 સદી ફટકારી છે. આ સિવાય તેને 65 અડધી સદીની ઇનિંગ્સ રમી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
