IND vs PAK: ભારત સામે આ 11 પાકિસ્તાની ખેલાડીઓ રમશે, પ્લેઇંગ 11 જાહેર
પાકિસ્તાને પણ ભારત સામેની મેચના એક દિવસ પહેલા ટીમની જાહેરાત કરવાની પરંપરા ચાલુ રાખી છે. રવિવારે કોલંબોમાં યોજાનારી મેચ પહેલા જ પાકિસ્તાને પોતાના અગિયાર નામોની જાહેરાત કરી દીધી છે. ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બાંગ્લાદેશ સામેની સુપર 4 મેચમાં જે ખેલાડીઓને રમવાની તક મળી હતી તેમને આ વખતે પણ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. કેપ્ટન બાબર આઝમ અને વાઇસ કેપ્ટન શાદાબ ખાન છે. ફાસ્ટ બોલિંગ ત્રિપુટી પણ એવી જ છે. પાક ટીમ મજબૂત દેખાઈ રહી છે.

ભારત સામે પાકિસ્તાનની પ્લેઇંગ 11: બાબર આઝમ, શાદાબ ખાન, ફખર ઝમાન, ઇમામ ઉલ હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ.
પાકિસ્તાને સુપર 4ની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે જીતી લીધી હતી. આ પછી રવિવારે ભારતીય ટીમ સામે મેચ રમાવાની છે. એશિયા કપમાં પાકિસ્તાને દરેક મેચ પહેલા પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.
છેલ્લી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે કેન્ડીમાં મેચ યોજાઈ હતી. ટીમ ઈન્ડિયાની ઈનિંગ બાદ મેચ થઈ શકી ન હતી. પાકિસ્તાનની બેટિંગ પહેલા સતત વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. આ પછી, મેચ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.
Our playing XI for the #PAKvIND match 🇵🇰#AsiaCup2023 pic.twitter.com/K25PXbLnYe
— Pakistan Cricket (@TheRealPCB) September 9, 2023
આ વખતે મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં પણ વરસાદ અને તોફાન થવાની સંભાવના છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. માત્ર એક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. અન્ય ટીમોની મેચોમાં આવું નહીં થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
