INDvsPAK: 1.5 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે સ્ટેડિયમની ટિકિટ
દોઢ દોઢ લાખ રૂપિયામાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાનના મેચની ટિકિટ
નવી દિલ્હીઃ 15મી સપ્ટેમ્બરથી એશિયા કપ 2018નો પ્રારંભ થઈ ગયો છે. આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે દિલચસ્પ મુકાબલો થનાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ મેચને લઈને સામાન્ય દર્શકોથી લઈને સટ્ટા બજાર સુધી રોમાંચક માહોલ હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પહેલા જ સટ્ટા બજાર પણ તેજ થઈ ગયું છે. માહિતી મુજબ આ મેચ પર 2500 કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો છે. આ હાઈવોલ્ટેજ મુકાબલામાં ટિકિટ માટે પણ જબરદસ્ત મારામારી છે.

લાખોમાં વેચાઈ રહી છે મેચની ટિકિટ
ભારત-પાકિસ્તાનની આ મેચને નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓ તગડી કિંમત ચૂકવવા માટે પણ રાજી છે. અત્યારે આ મેચની ટિકિટની કિંમત 1.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સમાચાર મુજબ લક્ઝરી સીટની કિંમત 1.15 લાખ રૂપિયા છે. જ્યારે સૌથી ઓછી કિંમતવાળી 3000, 6000 અને 9000વાળી ટિકિટ વેચવામાં આવી રહી છે.

ટિકિટનું કાળાબજાર
ટિકિટોના ભાવમાં ઉછાળ પાછળનું એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો ઓનલાઈન ટિકિટ ખરીદીને મોંઘી કિમતે વેંચી રહ્યા છે. કેમ કે આ મુકાબલાને જોવા માટે હજારો લોકો એવા છે જેમને ટિકિટ નથી મળી. રિપોર્ટ મુજબ એશિયા કપની ફાઈનલ ભારત-પાકિસ્તાન વચ્ચે જ થવાની આશા છે. ત્યારે એશિયા કપની ફાઈનલની જે ટિકિટની વાસ્તવિક કિંમત 12888 રૂપિયા છે તે 19888 રૂપિયામાં વેચાઈ રહી છે.

પાકિસ્તાનના પીએમ મેચ જોવા જઈ શકે છે
અહેવાલો મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ મેચ જોવા જઈ શકે છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનજ જિયો ટીવીએ રણનીતિક સોર્સના હવાલેથી જાણકારી આપી કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન આજે રમાનાર ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે દુબઈ જઈ શકે છે. જણાવી દઈએ કે હાલ ઈમરાન ખાન સાઉદીની યાત્રા પર છે.

કોનું પલડું ભારે
જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનની મેચનો રોમાંચ જગ જાહેર છે. ભારતે 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઈતિહાસની વાત કરીએ તો બંને દેશ વચ્ચે 12 મેચ રમાયા જેમાં ભારત 6 અને પાકિસ્તાન 5 મેચ જીત્યું જ્યારે એક મેચનું પરિણામ નહોતું આવ્યું. આ વખતે ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
