IND vs PAK : શાનદાર સદી સાથે કેએલ રાહુલના નામે મોટો રેકોર્ડ નોંધાયો, સચિન-સેહવાગ ક્લબમાં સામેલ થયો
એશિયા કપના રોમાંચલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. ઓઆ જીતમાં ભારત માટે કેએલ રાહુલે શાનદાર સદીથી મોટુ યોગદાન આપ્યુ. આ સદી સાથે તે હવે સચિન-સેહવાગ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
એશિયા કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં કેએલ રાહુલનું નામ સામેલ થયુ છે. 106 બોલમાં 111 રનની શાનદાર ઈનિંગ રમીને રાહુલ અણનમ રહ્યો. એશિયા કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર તે પાંચમો ભારતીય બન્યો છે.

કેએલ રાહુલ પહેલા ભારતના ચાર ખેલાડીઓ આ કારનામું કરી ચુક્યા છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, શિખર ધવન અને રોહિત શર્માના નામ સામેલ છે. કેએલ રાહુલ પાંચમો અને વિરાટ કોહલી છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. કેએલ રાહુલ ઈજા બાદ પરત ફર્યો હતો અને કમબેક કરતા શાનદાર ઈનિંગ રમી.
આ સિવાય તેની સાથે વિરાટ કોહલીએ ઝડપી બેટિંગ કરીને વનડે ક્રિકેટમાં પોતાના 13 હજાર રન પૂરા કર્યા.આ મેચમાં કોહલીએ પોતાના વન ડે કરિયરની 47મીં સદી ફટકારી. હવે સચિનના રેકોર્ડથી તે માત્ર 2 સદી દુર છે.
આ સિવાય બન્નેએ પાર્ટનરશીપમાં પણ નવો રેકોર્ડ નોંધાવ્યો. બંનેએ એશિયા કપના ઈતિહાસમાં ત્રીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની અણનમ ભાગીદારી જોવા મળી.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
