IND vs PAK : બાબર, વિરાટ અને રોહિત આજે તોડી શકે છે આ રેકોર્ડ
IND vs PAK : Asia Cup 2022 માં ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને સામને થવા માટે તૈયાર છે. બંને ટીમો આજે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 કલાકે સામસામે ટકરાશે.
IND vs PAK : Asia Cup 2022 માં ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને સામને થવા માટે તૈયાર છે. બંને ટીમો આજે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 કલાકે સામસામે ટકરાશે. સુપર-4ની આ બીજી મેચ પહેલા ટૂર્નામેન્ટની બીજી મેચમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી હતી.
ભારતે આ રોમાંચક મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આજે પણ મેન ઇન બ્લુ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પોતાના કેટલાક નામ નોંધાવી શકે છે.

કોહલી આ રેકોર્ડ બનાવી શકે છે
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હોંગકોંગ સામે મોમેન્ટમ પકડ્યો હતો. આવી સ્થિતિમાં તે પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરવાઈચ્છશે. કોહલી પાકિસ્તાન સામે પણ ખાસ રેકોર્ડ બનાવી શકે છે.
વિરાટે અત્યાર સુધીમાં 101 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 50.77 નીએવરેજ અને 137.12 ની સ્ટ્રાઈક રેટથી 3402 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટે 97 સિક્સર ફટકારી છે.
વિરાટ પાકિસ્તાન સામે 3છગ્ગા ફટકારતાની સાથે જ T20I માં 100 સિક્સર મારનાર બીજો ભારતીય બેટ્સમેન બની જશે. તેની પહેલા રોહિત શર્મા આ કારનામું કરીચૂક્યો છે.

સંગાકારાના રેકોર્ડની બરાબરી કરી શકે છે
વિરાટ કોહલી છેલ્લા ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. તેણે છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝ સામે 14 ઓગસ્ટ 2019નારોજ વનડેમાં સદી ફટકારી હતી.
22 નવેમ્બર 2019 ના રોજ, તેણે કોલકાતામાં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી ટેસ્ટ સદી ફટકારી.
આ મેચમાંવિરાટે 136 રનની ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં જો તે પાકિસ્તાન સામે સદી ફટકારશે, તો શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારાસાથે બરાબરી કરશે.
ઉલ્લેખનીય છે કે, સંગાકારાએ Asia Cupમાં 4 સદી ફટકારી છે, જ્યારે વિરાટે 3 સદી ફટકારી છે.

Asia Cup માં સૌથી વધુ સદી
- સનથ જયસૂર્યા : 6 સદી
- કુમાર સંગાકારા : 4 સદી
- વિરાટ કોહલી : 3 સદી
- શોએબ મલિક : 3 સદી
- લાહિરુ થિરિમાને : 2 સદી
- શિખર ધવન : 2 સદી

T20I માં સૌથી વધુ છગ્ગા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 165 સિક્સર ફટકારી છે. તે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોનીયાદીમાં બીજા ક્રમે છે.
આ લિસ્ટમાં પહેલા નંબર પર ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે, જેણે 172 સિક્સ ફટકારી છે. જો રોહિતનું બેટપાકિસ્તાન સામે ચાલી જાય છે અને તે 7 સિક્સર ફટકારે છે, તો તે ગુપ્ટિલ સાથે બરાબરી કરશે.
આ પહેલા રોહિત T20 ઈન્ટરનેશનલમાંસૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

બાબર આ રેકોર્ડ બનાવી શકે છે
આજની મેચમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પણ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આ માટે તેણે તોફાની બેટિંગ કરતા સદીફટકારવી પડશે.
વાસ્તવમાં બાબર ટી-20 ક્રિકેટમાં 8000 રન પૂરા કરવાથી 101 રન દૂર છે. આવી સ્થિતિમાં જો બાબરનું બેટ ભારત સામેચાલી જશે, તો તે આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
બાબર ટુર્નામેન્ટની પ્રથમ બે મેચમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે.આવી સ્થિતિમાં આજે તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે.

રોહિત વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે
રોહિત શર્માએ Asia Cup 2022ની બીજી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ટૂંકી ઇનિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે મેન્સ ટી20ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો.
આ પછી રોહિતે હોંગકોંગ સામે 21 રન બનાવ્યા અને તે મેન્સ ટી20ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો. બીજી તરફ પાકિસ્તાન સામે 12 રન બનાવતા જ તે સુઝીબેટ્સનો રેકોર્ડ તોડી નાખશે.
જો તમે પુરૂષ અને મહિલા ક્રિકેટને એકસાથે જુઓ તો T20Iમાં અત્યારે સૌથી વધુ રન બનાવનાર સુઝી બેટ્સછે, જેણે 3531 રન બનાવ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
