IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ
IND vs NZ Final: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઈતિહાસ રચાઈ ગયો છે. ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની એવી ધોલાઈ કરી કે રેકોર્ડ બુકના અનેક પાના એક જ ઇનિંગમાં બદલાઈ ગયા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 256 રનનો પહાડ જેવો લક્ષ્યાંક રાખ્યો છે. ટી20 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે.

અભિષેક શર્માની વિસ્ફોટક શરૂઆત
ફાઈનલ પહેલા ટીકાઓનો સામનો કરી રહેલા યુવા ખેલાડી અભિષેક શર્માએ આજે વિશ્વને પોતાની કાબેલિયતનો પરિચય કરાવ્યો. સમગ્ર ટૂર્નામેન્ટમાં માત્ર 89 રન બનાવનાર અભિષેકે ખિતાબી જંગમાં માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન (23 બોલ)નો રેકોર્ડ તોડીને ટી20 વર્લ્ડ કપ ફાઈનલની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આઉટ થતા પહેલા અભિષેકે 20 બોલમાં 51 રન (6 ચોગ્ગા, 3 છગ્ગા)ની તોફાની ઇનિંગ રમી હતી.
સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે ફરી કરી કમાલ
સંજુ સેમસને આજે સાબિત કરી દીધું કે તે શા માટે આ વર્લ્ડ કપનો સૌથી મોટો 'મેચ વિનર' બનીને ઉભર્યો છે. સતત ત્રીજી વખત 50+ સ્કોર (97 વિ. વેસ્ટ ઈન્ડિઝ, 89 વિ. ઈંગ્લેન્ડ અને આજે 86*) બનાવીને તેણે ઈતિહાસ રચ્યો છે. સંજુ હવે શાહિદ આફ્રિદી (2009) અને વિરાટ કોહલી (2014) પછી વિશ્વનો ત્રીજો એવો ખેલાડી બની ગયો છે જેણે વર્લ્ડ કપના સેમિફાઈનલ અને ફાઈનલ બંનેમાં અડધી સદી ફટકારી હોય.
તૂટ્યા અનેક મોટા રેકોર્ડ
સંજુએ 2016ની ફાઈનલમાં માર્લોન સેમ્યુઅલ્સના 85* રનના સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ભારતની શરૂઆત થોડી ધીમી રહી હતી, જ્યાં સેમસને શરૂઆતના ચાર બોલ ખાલી (ડોટ) રમ્યા હતા, પરંતુ પાંચમા બોલે છગ્ગા સાથે ખાતું ખોલાવ્યા બાદ કીવી બોલરો વિકેટ માટે તરસતા રહી ગયા હતા. સંજુ અને અભિષેકે પ્રથમ વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી. ટી20 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ટીમે ઓપનિંગ વિકેટ માટે 50થી વધુ રન જોડ્યા હોય. આ પહેલાનો રેકોર્ડ 48 રનનો હતો.
ઈશાન કિશનનો પાવર શો
અભિષેક આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા ઈશાન કિશને પણ આક્રમક બેટિંગ કરી હતી. તેણે સંજુ સાથે મળીને ન્યૂઝીલેન્ડના પુનરાગમનના તમામ રસ્તાઓ બંધ કરી દીધા અને આક્રમક અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 250થી વધુના સુરક્ષિત સ્કોર સુધી પહોંચાડી દીધી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
