IND vs ENG : નાની ઉમરમાં યશસ્વી જયસ્વાલની મોટી ધમાલ, સદી સાથે મોટી ઉપલબ્ધી પોતાના નામે કરી
ભારત અને ઈંગ્લેન્ડ રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ ફરી એક વખત સ્ટાર બનીને સામે આવ્યો છે. શાનદાર સદી સાથે તેણે મોટી ઉપલબ્ધી પોતાના નામે કરી છે.
વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે યશસ્વી જયસ્વાલે તેની બીજી સદી અને હોમ ગ્રાઉન્ડ પર તેની પ્રથમ સદી પૂરી કરી છે. યશસ્વીએ 151 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી.

હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ સહિત ત્રણ ભારતીય બેટ્સમેનોએ 50 રનનો આંકડો પાર કર્યો હતો પરંતુ કોઈ સદી ફટકારી શક્યું ન હતું. ભારતને શ્રેણીની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમમાં પોતાની બેટિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. જયસ્વાલ વિઝાગમાં ભારતીય ઈનિંગની શરૂઆતમાં એટલો આક્રમક નહોતો જેટલો તે હૈદરાબાદમાં હતો.
રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી બંને ભારતીય ઓપનરોએ ઇંગ્લેન્ડના ન્યુ બોલ એટેકને કાબૂ કરવા થોડો સમય લીધો.
યશસ્વી જયસ્વાલ 15મો ભારતીય ઓપનિંગ બેટ્સમેન બન્યો અને 2021માં રોહિત શર્મા પછી ઘરની ધરતી પર ઈંગ્લેન્ડ સામે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. યશસ્વી આ સિદ્ધિ હાંસલ કરવા માટે બેટ્સમેનોની ચુનંદા યાદીમાં જોડાય છે, જેમાં સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને મુરલી વિજયનો સમાવેશ થાય છે.
યશવીએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી અને શુક્રવારે તેની ઘરઆંગણે ટેસ્ટ સદીની રાહનો અંત આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
