IND Vs ENG : પૂણેમાં વિરાટ કોહલી-રોહિત શર્મા ઇંગ્લૅન્ડને હરાવી ટુર્નામૅન્ટ જીતી શકશે?
IND Vs ENG : પૂણેમાં વિરાટ કોહલી-રોહિત શર્મા ઇંગ્લૅન્ડને હરાવી ટુર્નામૅન્ટ જીતી શકશે?
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી વન-ડે ક્રિકેટ મૅચ રવિવારે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસૉસિયેશનના સ્ટેડિયમ પર યોજાશે. હાલ ત્રણ મૅચની ટુર્નામૅન્ટમાં બંને ટીમોએ એક-એક મૅચ જીતી છે.
આ અગાઉ ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટી-20 ટુર્નામૅન્ટને 3-2થી જીતી હતી. ચેન્નાઈ અને અમદાવાદમાં રમાયેલી ચાર ટેસ્ટ મૅચની સીરિઝ પર 3-1થી કબજો કર્યો હતો.
ગત વન-ડે મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલી બેટિંગ કરતાં 336 રનનો સ્કોર છ વિકેટે બનાવ્યો હતો. જોકે બેન સ્ટોક્સની ધુઆંધાર ઇનિંગ્સની મદદથી ઇંગ્લૅન્ડે માત્ર 43.3 ઑવરમાં 337 રન બનાવી દીધા હતા.

પહેલી બેટિંગમાં ભારત તરફથી લોકેશ રાહુલે સદી નોંધાવી હતી. લોકેશ રાહુલે 114 બૉલમાં 108 રન બનાવ્યા હતા. કૅપ્ટન વિરાટ કોહલીએ 66 રન અને રિષભ પંતે 40 બૉલમાં 77 રનની સ્ફોટક ઇનિંગ રમી હતી.
ઇંગ્લૅન્ડની ટીમમાં જોની બેયરસ્ટોએ 112 બૉલમાં 124 રન બનાવ્યા હતા. જ્યારે બેન સ્ટોક્સે 52 બૉલમાં 99 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે 10 સિક્સ મારી હતી. જ્યારે બેયરસ્ટોએ 7 સિક્સ મારી હતી. ઑપનિંગમાં આવેલા જેસન રોયે પણ અડધી સદી નોંધાવી હતી.
- મ્યાનમારમાં 'લોહિયાળ દિવસ'માં 100થી વધારે પ્રદર્શનકારીઓનાં મોત, અમેરિકાએ ગણાવ્યું 'આતંકનું શાસન'
- હોળી-ધૂળેટી : તહેવારની મજા તમને કઈ રીતે સુપરસ્પ્રેડર બનાવી શકે છે?

બીજી મૅચમાં થયેલાં રોચક મુકાબલાને કારણે આખી ટુર્નામૅન્ટ રોચક બની ગઈ છે. આવી સ્ફોટક ઇનિંગ્સ ફરી જોવા મળશે કે નહીં તે એક ચર્ચા છે.
ટેસ્ટ અને ટી-20 ટુર્નામૅન્ટ હાર્યા પછી ઇંગ્લૅન્ડ વન-ડે ટુર્નામૅન્ટ જીતવા માગે છે ત્યારે આ ગેમ રોચક બનશે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન વખતે મહત્ત્વના સરકારી વિભાગોને અંધારામાં રાખ્યા હતા? - BBC ઇન્વેસ્ટિગેશન
- 80 રૂપિયાની લોનથી મહિલાઓએ શરૂ કરેલો બિઝનેસ આજે 1600 કરોડનો બન્યો
- એ મહિલા સરપંચ જેમણે ગુજરાતના ગામને 'સ્માર્ટ સિટી' જેવી સુવિધાઓ આપી
બંને ટીમના બૉલરો સામે છે પડકારો

પહેલી વન-ડે મૅચમાં ઇન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવીને 317 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 251 રનમાં જ ઑલઆઉટ થઈ હતી.
ભારતની ટીમે બીજી મૅચમાં 336 રન છ વિકેટે બનાવ્યા. ઇંગ્લૅન્ડની ટીમ ભલે 337 રન બનાવીને મૅચ જીતી ગઈ પરંતુ સવાલ હજુ બૉલરોના પ્રદર્શન પર થઈ રહ્યા છે.
પહેલી મૅચમાં ભારતના બોલરોએ સારી બોલિંગ કરીને ઇંગ્લૅન્ડને 251 રનમાં જ ઑલઆઉટ કર્યું હતું. જોકે બીજી મૅચમાં તો ભારતીય બૉલરો પણ ઇંગ્લૅન્ડના બેટિંગ ઍટેક સામે ટકી શક્યા ન હતા.
આ સ્થિતિમાં બંને ટીમોનું બૉલિંગ પ્રદર્શન સુધરે તે મોટી ચિંતા છે. ભારત માટે કુલદીપ યાદવનું પ્રદર્શન ચિંતાનો વિષય બનેલું છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના સ્થાને ચહલને કે વોશિંગટન સુંદરને જગ્યા આપવામાં આવે.
હાલ ઇંગ્લૅન્ડની ટીમમાં કોઈ મોટું પરિવર્તન જોવા મળે એવું દેખાઈ રહ્યું નથી. પરંતુ ટોમ કરનના સ્થાને માર્ક વૂડને જગ્યા મળી શકે છે.


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=e-p0YB8ylHE
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
