IND vs ENG : અશ્વિન ત્રીજી ટેસ્ટમાં ગ્રાઉન્ડ પર પરત ફરશે? સામે આવ્યુ મોટુ અપડેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરીઝની ત્રીજી ટેસ્ટ વચ્ચે અચાનક આર અશ્વિન ગ્રાઉન્ડ છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ તે ગ્રાઉન્ડ પર જોવા મળ્યો નથી.
આ સ્થિતી વચ્ચે હવે અહેવાલો આવી રહ્યા છે કે તે મેદાન પર પરત જોવા મળી શકે છે. અશ્વિનને લઈને બીસીસીઆઈએ પણ પોતાનું નિવેદન જારી કર્યુ હતુ.

અશ્વિનના અચાનક જતા રહેવાથી ફેન્સ હેરાન છે. એવા અહેવાલો આવ્યા હતા કે તેની માતાને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે બીમાર હતી. આનાથી સ્પષ્ટ હતું કે અશ્વિન આગળ રમી શકશે નહીં.
જો કે વચ્ચે હવે એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે અશ્વિન આ ટેસ્ટ મેચમાં ફરી રમી શકે છે. મેચમાં હજુ બે દિવસની રમત બાકી છે. સવાલ એ છે કે શું અશ્વિન ફરી રમવા આવશે? ભારતીય ખેલાડી દિનેશ કાર્તિક તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે.
કોમેન્ટ્રી દરમિયાન કાર્તિકે કહ્યું કે, અશ્વિન આ મેચમાં રમવા ગમે ત્યારે વાપસી કરી શકે છે. તે સીધો આવીને બોલિંગ કરી શકે છે. અમ્પાયરોએ અશ્વિનને આ છૂટ આપી છે. હવે કાર્તિકના આ નિવેદન પર નજર કરીએ તો અશ્વિન કમબેક કરી શકે છે.
કાર્તિક પણ ચેન્નાઈનો છે. તેને અશ્વિનના પરિવારને લઈને કંઈક અપડેટ મળ્યું હશે. કદાચ તેથી જ તેણે આ પ્રતિક્રિયા આપી છે.
અશ્વિનને ટીમમાંથી બહાર કર્યા બાદ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. શુક્લાએ કહ્યું હતું કે અશ્વિનની માતાની તબિયત ખરાબ હોવાને કારણે તે ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે અશ્વિનની માતાના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
