IND vs ENG: ફાઈનલમાં ભારતની એન્ટ્રી, રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર
India vs England: ટી20 વિશ્વ કપ 2026ની હાઈ-વોલ્ટેજ સેમિફાઈનલમાં ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ સામે રનનો હિમાલય ખડો કરી દીધો હતો. વાનખેડેની સપાટ પિચ પર ભારતીય બેટ્સમેનોએ તોફાની રમત બતાવતા નિર્ધારિત 20 ઓવરમાં 253/7 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે પણ આક્રમક બેટિંગ કરતા 7 વિકેટે 246 રન બનાવ્યા હતા, પરંતુ અંતે મેચ ભારતના પક્ષમાં રહી હતી. ભારત ચોથી વખત ટી20 વિશ્વ કપના ફાઈનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.

ભારતીય ઇનિંગના અસલી હીરો સંજુ સેમસન રહ્યા હતા, જેમણે ઓપનિંગ કરતા ઈંગ્લિશ બોલરોની ધજ્જિયા ઉડાવી દીધી હતી. સંજુએ માત્ર 42 બોલમાં 89 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ગગનચુંબી છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમનો સ્ટ્રાઈક રેટ 211.90 નો રહ્યો હતો, જેણે ભારતને જરૂરી ગતિ આપી હતી. તેમને વિલ જેક્સે ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ કરાવ્યા હતા.
સંજુનો સાથ આપતા ઈશાન કિશને માત્ર 18 બોલમાં 39 રન ફટકાર્યા હતા. મિડલ ઓર્ડરમાં શિવમ દુબેએ પોતાની તાકાતનું પ્રદર્શન કરતા 25 બોલમાં 43 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 4 છગ્ગા સામેલ હતા. તે હેરી બ્રુકના ડાયરેક્ટ થ્રો પર રન આઉટ થયો હતો. અંતમાં હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 225 ના સ્ટ્રાઈક રેટથી 27 રન જોડીને સ્કોરને 250 ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. તે સિવાય તિલક વર્માએ પણ આક્રમક બેટિંગ કરતા આર્ચરની એક જ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને 7 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડને 30 રનની જરૂર હતી અને શિવમ દુબેને ઓવર સોંપવામાં આવી હતી, જ્યારે બેથલ ક્રીઝ પર હતા.
ઈંગ્લેન્ડનો વળતો પ્રહાર
લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. હાર્દિક પંડ્યાએ ફિલ સોલ્ટ (5) ને વહેલો પેવેલિયન ભેગો કર્યો હતો, ત્યારબાદ જસપ્રીત બુમરાહે હેરી બ્રુક (7) અને વરુણ ચક્રવર્તીએ જોસ બટલર (25) ની કિંમતી વિકેટ ઝડપી ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. જોકે, યુવા જેકબ બેથલે વળતો હુમલો કરતા માત્ર 18 બોલમાં 49 રન (5 છગ્ગા, 3 ચોગ્ગા) ની તોફાની ઇનિંગ રમી મેચમાં રોમાંચ જાળવી રાખ્યો હતો.
અક્ષર પટેલે ટોમ બેન્ટન (17) ને આઉટ કરી ભારતની પકડ મજબૂત કરી હતી, પરંતુ ક્રીઝ પર બેથલ અને વિલ જેક્સ (11) ની હાજરીએ ભારતીય ખેમાના ધબકારા વધારી દીધા હતા. ઈંગ્લેન્ડે 10 ઓવરમાં 4 વિકેટે 119 રન બનાવી લીધા હતા. બેથલે માત્ર 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી ટી20 વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ બનાવ્યો હતો.
જેકબ બેથલની સદી એળે ગઈ
બેથલ ક્રીઝ પર ટકી રહ્યો હતો અને તેની સાથે વિલ જેક્સે પણ મક્કમ બેટિંગ કરી હતી, જોકે જેક્સને અર્શદીપે 35 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. 17 ઓવર સુધીમાં ઈંગ્લેન્ડે 5 વિકેટે 209 રન બનાવી ભારત પર ભારે દબાણ લાવ્યું હતું. આ દરમિયાન ઈંગ્લેન્ડને 2 ઓવરમાં 39 રનની જરૂર હતી અને બેથલે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. ત્યારબાદ પંડ્યાએ સેમ કરનને 18 રને આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ અંત સુધી પ્રયાસ કર્યો પરંતુ બેથલ 105 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. અંતે ઈંગ્લેન્ડ 7 વિકેટે 246 રન સુધી પહોંચી શક્યું અને ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
