IND Vs ENG : ત્રીજી ટેસ્ટ નહીં રમે શુભમન ગિલ? જાણો કેમ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને જીતમાં મહત્વની ભુમિકા ભજવી હતી. જો કે હવે અહેવાલ આવી રહ્યા છે કે શુભમન ગિલ ત્રીજી ટેસ્ટ નહીં રમે.
ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. શુભમન ગિલ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

શુભમન ગીલે સોમવારે પોતાની આંગળીની ઈજા પર વધુ ધ્યાન ન આપ્યું, જેના કારણે તેને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે મેદાનની બહાર રહેવું પડ્યું હતું. તેના સ્કેનમાં કોઈ ગંભીર બાબત સામે આવી નથી અને તે આગામી થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જશે.
જણાવી દઈએ કે, ગિલે ત્રીજા દિવસે બેટિંગ કરતા 147 બોલમાં 104 રન બનાવ્યા અને પાંચ મેચની શ્રેણીમાં ભારતની 106 રનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. જો કે પછી સોમવારે મેદાનમાં ન આવ્યો અને તેની જગ્યાએ સરફરાઝ ખાન મેદાનમાં આવ્યો હતો.
ગિલ રવિવારે દિવસની રમતના અંતે તેની જમણી બાજુની તર્જનીને ઇજા બાદ ઝડપથી મેદાન છોડી ગયો હતો અને સોમવારે મેચ સમાપ્ત થયા બાદ તેણે ખુલાસો કર્યો હતો કે તે સ્કેન માટે ગયો હતો.
ગિલે ભારત પછી હોસ્ટ બ્રોડકાસ્ટરને કહ્યું કે, મારે ગઈકાલે સ્કેન માટે જવું પડ્યું, મારી આંગળીમાં કેટલો દુખાવો છે તે તપાસવા અને જાણવા માટે લઈ ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
