IND Vs ENG : રોહિત શર્માના ચેન્નઈ ટેસ્ટમાં શાનદાર 161 પરંતુ ભારત મુશ્કેલ સ્થિતિમાં
IND Vs ENG : રોહિત શર્માના ચેન્નઈ ટેસ્ટમાં શાનદાર 161 પરંતુ ભારત મુશ્કેલ સ્થિતિમાં

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે પાંચ વિકેટના નુકસાને 258 રન બનાવી લીધા છે.
ભારતે સવારે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમની ઇનિંગની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, કારણ કે ઑપનર શુભમન ગીલ શૂન્ય રનના સ્કોરે મૅચની બીજી જ ઓવરમાં ઓલી સ્ટોનના બૉલ પર આઉટ થઈ ગયા હતા.
પરંતુ બાદમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઇનિંગ સંભાળી લીધી હતી. બંને બૅટ્સમૅનો પૈકી રોહિત શર્મા આક્રમક અંદાજમાં શરૂઆત કરી હતી. અને માત્ર 47 બૉલમાં અડધી સદી ફટકારી દીધી હતી.
રોહિત અને પુજારાની જોડીએ 85 રનની પાર્ટનરશિપ કરીને શરૂઆતના આંચકા બાદ ભારતીય ટીમને મજબૂતી આપવાનું કામ કર્યું હતું. જેક લીચે 21 રનના સ્કોર પર પુજારાની વિકેટ લઈને આ જોડી તોડી.
ત્યાર બાદ બૅટિંગ કરવા ક્રીઝ પર ઊતરેલા ભારતીય કપ્તાન વિરાટ કોહલી પણ ઑપનર શુભમન ગીલની માફક શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. આમ ભારત એક પછી એક બે વિકેટ ગુમાવીને ફરી પાછું મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયું હતું.
- ગુજરાતના એ રાજવી જેમણે દાસીના પ્રેમ માટે રાજગાદી દાવ પર મૂકી
- ડોનાલ્ડ ટ્રમ્પ મહાઅભિયોગ : એ ત્રણ મોટી દલીલો જે પૂર્વ રાષ્ટ્રપતિના બચાવમાં થઈ

હવે ભારતીય બૅટિંગનો દારોમદાર હતો ઑસ્ટ્રેલિયામાં વિજેતા બનીને પાછી ફરેલી ભારતીય ટીમના કૅપ્ટન અંજિક્ય રહાણે અને વેલ સેટ રોહિત શર્મા પર.
બંનેએ ટકીને બૅટિંગ કરી અને મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં મદદ કરી. રોહિત શર્માએ સારા ફોર્મનો પુરાવો આપવાની સાથે 130 બૉલમાં પોતાની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દીની સાતમી સદી નોંધાવી. તેઓ 161 રન બનાવી જેક લીએડના બૉલ પર આઉટ થઈ ગયા.
ત્યાર પાછી ક્રીઝ પર ઊતર્યા ઑસ્ટ્રેલિયામાં જીતના હીરો રહેલા ઋષભ પંત. ઋષભ પંત અને અજિંક્ય રહાણેની ભાગીદારી ચાલી રહી હતી તેમાં વચ્ચે મોઇન અલીના બૉલ પર અજિંક્ય રહાણે 67 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
હાલ ક્રીઝ પર રવિચંદ્રન અશ્વિન અને ઋષભ પંત ટકેલા છે.

https://www.youtube.com/watch?v=6f5Rgh3yJBY
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
