IND vs ENG: જો રૂટે 100 ટેસ્ટ પૂરા કર્યા, આવું કરનાર પહેલો ક્રિકેટર બન્યો
IND vs ENG: જો રૂટે 100 ટેસ્ટ પૂરા કર્યા, આવું કરનાર પહેલો ક્રિકેટર બન્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની આજે ચેન્નઈમાં શરૂઆત થઈ ગઈ છે. સિરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડ ટેસ્ટ કેપ્ટન જો રૂટ માટે બહુ મહત્વની છે. કેમ કે પોતાના ટેસ્ટ કરિયરમાં જો રૂટે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ તેમના કરિયરની 100મી મેચ છે. તેમણે ભારતીય જમીન પર ઈંગ્લેન્ડ માટે પોતાની પહેલી ટેસ્ટ રમી અને ભારતીય જમી પર પોતાના કરિયરની 50 ટેસ્ટ પણ રમી. આની સાથે જ જો રૂટે પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવી લીધી છે.

જો રૂટે પોતાના કરિયરની 100મી ટેસ્ટ મેચ પણ ભારતીય જમીન પર જ રમી છે. તેમણે ભારત વિરુદ્ધ 2012માં નાગપુરમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. અને આજે ચેન્નઈમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. જણાવી દઈએ કે 100 ટેસ્ટ રમનાર જો રૂટ 15મા ઈંગ્લિશ ક્રિકેટર બની ગયા.
આ ઉપરાંત રૂટે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. રૂટ હવે એક જ વિદેશી દેશમાં પહેલી અને 100મી ટેસ્ટ રમનાર દુનિયાના ત્રીજા ખેલાડી બની ગયા. રૂટ પહેલાં કપિલ દેવ અને વિંડીઝના પૂર્વ કેપ્ટન કાર્લ હૂપરે આ કમાલ કર્યો હતો. કપિલ દેવ પોતાના કરિયરની પહેલી અને 100મી ટેસ્ટ મેચ પાકિસ્તાનમાં રમ્યા હતા. જ્યારે કાર્લ હૂપરે ભારતમાં પોતાના કરિયરની પહેલી અને 100મી ટેસ્ટ રમી હતી.
જણાવી દઈએ કે રૂટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 8249 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 49 ફીફ્ટી સામેલ છે. જ્યારે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથા બેટ્સમેન છે. રૂટથી આગળ એલિસ્ટર કુક(12472 રન), ગ્રાહમ ગૂચ(8900 રન) અને એલેક સ્ટીવર્ટ(8463 રન) છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
