IND vs ENG : ભારત માટે ઈંગ્લેન્ડ ઘુંટણીએ, પહેલા T20 માં ભારતની આસાન જીત
IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝનો પહેલો મુકાબલો ઈડન ગાર્ડનમાં રમાયો. આ મુકાબલામાં ભારતે જીત સાથે સિરીઝની શરૂઆત કરી છે.
મુકાબલાની શરૂઆતમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણય ખોટો સાબિત થયો અને ઈંગ્લેન્ડની ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ.

ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ગુમાવીને માત્ર 133 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ માટે જોશ બટલરે અડધી સદી ફટકારતા 44 બોલમાં 68 રન બનાવ્યા. જો કે આ રન પુરતા નહોતા. ઈંગ્લેન્ડના અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો સ્કોર પણ પાર કરી શક્યા નહીં અને ટીમ 133 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
બીજી તરફ ભારત તરફથી અભિષેક શર્માએ ઝડપી અડધી સદી ફટકારી. અભિષેક શર્માએ સંજુ સેમસન સાથે ઇનિંગની શરૂઆત કરી. સંજુ સેમસન અને અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ભારતને ઝડપી શરૂઆત અપાવી. ભારતે 13મી ઓવરમાં સરળતાથી મુકાબલો જીતી લીધો.
અભિષેક શર્માએ પોતાની આક્રમક બેટિંગથી ભારતીય ટીમને જીત તરફ દોરી. 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને તેણે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. સેમસન અને સૂર્યકુમાર વહેલા આઉટ થયા પછી અભિષેકે એક છેડેથી રન બનાવ્યા. અભિષેક શર્માની મજબૂત બેટિંગને કારણે ભારતે માત્ર 10 ઓવરમાં 100 રન પૂરા કર્યા. અભિષેક શર્મા 34 બોલમાં 79 રન બનાવ્યા.
આ સિવાય ભારતીય બોલરોએ શાનદાર બેટિંગ કરીને પહેલા જ મેચ આસાન બનાવી દીધી હતી. ભારત માટે વરૂણ ચક્રવર્તીએ 3, અર્શદીપ સિંહે 2 અને અક્ષર પટેલે પણ 2 વિકેટ લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
