IND vs ENG : નાગપુર વન ડેમાં ભારતની શાનદાર જીત, ગિલ-અય્યરની શાનદાર બેટિંગ
IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી રહેલી વન ડે સિરીઝના પહેલા મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી છે. આ મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યુ.
પહેલા વન ડેમાં ભારત માટે શુભમન ગીલ અને શ્રેયસ અય્યર સાથે સાથે અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી. ભારતે 11 ઓવર પહેલા જ મુકાબલો જીતી લીધો.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે ઈનિંગની શરૂઆતમાં શાનદાર બેટિંગ કરી. જો કે આગળ જતા ટીમ વિખેરાઈ અને પુરા 50 ઓવર પણ ન ટકી અને 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી.
બેટિંગની વાત કરીએ તો જીતમાં સૌથી મોટી ભૂમિકા શુભમન ગિલની રહી. ગીલે 87 રનની ઈનિંગ રમી. આ ઉપરાંત શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે પણ અડધી સદી ફટકારી.
શુભમન ગિલ સદી ન ફટકારી શક્યો પરંતુ તેની 87 રનની ઈનિંગે ટીમ ઈન્ડિયાની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદ અને આદિલ રશીદ સૌથી સફળ બોલર રહ્યાં. બંનેએ બે-બે વિકેટ લીધી. આ સિવાય જોફ્રા આર્ચર અને જેકબ બેથેલે એક-એક વિકેટ લીધી.
જણાવી દઈએ કે, આ પહેલા ટી20 સિરીઝમાં ભારતે ઈંગ્લેન્ડને 4-1થી હરાવીને સિરીઝ પર કબ્જો કર્યો છે. હવે ટીમ વન ડે સિરીઝમાં જીતના ઈરાદા સાથે ઉતરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
