IND vs ENG: શું રોહિત શર્મા માટે વિરાટ કોહલી બનાવી શકશે જગ્યા? ત્રીજી મેચમાં આવી હોય શકે પ્લેઈંગ ઈલેવન
IND vs ENG: શું રોહિત શર્મા માટે વિરાટ કોહલી બનાવી શકશે જગ્યા? ત્રીજી મેચમાં આવી હોય શકે પ્લેઈંગ ઈલેવન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી20 સિરીઝનો આજે ત્રીજો મુકાબલો રમાવવા જઈ રહ્યો છે. બંને ટીમ સિરીઝમાં 1-1 મેચ જીતી બરાબરી કરી રહી છે. ઈંગ્લેન્ડની ટીમે જ્યાં ભારતને 8 વિકેટે હરાવી જીત હાંસલ કરી હતી ત્યારે બીજી મેચમાં વાપસી કરતાં ભારતે 7 વિકેટે જીત હાંસલ કરી હતી. મંગળવારે રમાનાર ત્રીજી ટી20 મેચમાં ભારતીય ટીમ જીતની આ લયને યથાવત રાખવા માંગશો જ્યારે ઈંગ્લિશ ટીમ પાછલી મેચની હાર ભૂલાવી પરત જીતની પટરી પર ફરવા માંગશે.
ભારત માટે પાછલી મેચમાં ખાસ વાત રહી કે તેના કેપ્ટન વિરાટ કોહલી ફોર્મમાં પરત ફરી આવ્યા છે અને ટીમ માટે નાબાદ 73 રનની ઈનિંગ રમી ચૂક્યા છે. ભારતીય ટીમે પાછલા મેચમાં બે મહત્વના બદલાવ કરતાં શિખર ધવનને આરામ આપવાનો ફેસલો કર્યો હતો. જ્યારે રોહિત શર્માને પહેલા 2 મેચમાં આરામ કર્યા બાદ વાપસીનો ઈંતેજાર કરી રહ્યા હશે. એવામાં સવાલ ઉઠે છે કે શું રોહિત શર્માની વાપસી થઈ શકશે.

રાહુલ કે રોહિતને ઓપનિંગમાં જગ્યા મળશે
રિપોર્ટ્સ મુજબ ત્રીજી મેચમાં રોહિત શર્માની વાપસી થઈ શકે છે અને પહેલી 2 મેચમાં ફ્લોપ રહેલા કેએલ રાહુલને આરામ આપવામાં આવી શકે છે. કેએલ રાહુલે પહેલી મેચમાં એક રન બનાવ્યો હતો જ્યારે બીજી મેચમાં ડક પર આઉટ થયો હતો. જો કે 5 મહિના ગેમથી દૂર રહેલા કેએલ રાહુલને વિરાટ કોહલી વધુમાં વધુ મોકા આપવા વિશે વિચારી શકે છે.
પરંતુ જો વિરાટ કોહલી ત્રીજી ટી20 મેચમાં કેએલ રાહુલને વધુ મોકો આપવા માંગે છે તો સવાલ રહેશે કે તે ટીમમાં કોની જગ્યાએ રોહિતને સામેલ કરશે અથવા તો રોહિતને આરામ આપવામાં આવશે. વિરાટ કોહલી ખુદને પણ આરામ આપી રોહિત શર્માને કપ્તાની આપવાનું પગલું ભરી શકે છે.

ઈંગ્લેન્ડની ટીમ આ બદલાવ કરી શકે
જ્યારે શિખર ધવનની જગ્યા બીજી ટી20 મેચમાં સામેલ કરાયેલ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને યથાવત રાખવા ફાઈનલ છે. ઈશાન કિશને જ્યાં ડેબ્યૂ મેચમાં વિસ્ફોટક ફીફ્ટી લગાવી હતી ત્યાં જ સૂર્યકુમાર યાદવની બેટિંગ જ નહોતી આવી. આ ઉપરાંત ભારતીય ટીમમાં ત્રીજી મેચ માટે કોઈ બદલાવ થતો નથી જોવા મળી રહ્યો.
જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ઑફ સ્પિનર મોઈન અલીને મોકો આપી શકે છે જે ટી20 સિરીઝથી 2 અઠવાડિયા પહેલાં પરત ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. મોઈન અલીની બોલિંગ ઋષભ પંત અને ઈશાન કિશનને પરેશાન કરી શકે છે. જ્યારે માર્ક વુડ પણ ઈજામાંથી વાપસી કરી શકે છે અને જો તેઓ ફીટ થાય છે તો ક્રિસ જોર્ડને બહાર બેસવું પડી શકે છે. અને જો મોઈન અલીને મોકો મળે છે તો ટોમ કુર્રનને બહાર બેસાડવામાં આવી શકે છે.

હેડ ટૂ હેડ આંકડા
ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 16 ટી20 મેચ રમાઈ ચૂકી છે જેમાંથી 8 મેચમાં ભારત અને 8 મેચમાં ઈંગ્લેન્ડે જીત હાંસલ કરી છે. જ્યારે ભારતીય જમીન પર રમાયેલ 8 મેચમાં બંનેએ 4-4 મેચ જીતી છે.

આવી હોય શકે પ્લેઈંગ ઈલેવન
ભારતીય સંભાવિત પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા/ કેએલ રાહુલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પાંડ્યા, સૂર્યકુમાર યાદવ, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, બુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ
ઈંગ્લેન્ડની સંભાવિત પ્લેઈંગ ઈલેવનઃ જેસન રૉય, જોસ બટલર, ડેવિડ મલાન, જૉની બેયરસ્ટો, ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સૈમ કુરેન, ટૉમ કુરેન/ મોઈન અલી, જોફ્રા આર્ચર, માર્ક વુડ/ ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ
આ પણ વાંચો-
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
