IND vs ENG : યશસ્વીન બાદ હવે બુમરાહનો છક્કો, 6 વિકેટ સાથે આવુ કરનારો પહેલો બોલર બન્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં બેટિંગ બાદ બોલિંગમાં પણ ભારતે ધમાકો કર્યો છે. પહેલા યશસ્વીની બેવડી સદી અને હવે બુમરાહે છક્કો ફટકાર્યો છે.
જસપ્રીત બુમરાહ વિશાખાપટ્ટનમના મેદાન માટે ઈંગ્લેન્ટ માટે આતંકનું કારણ બન્યો. તેણે છ વિકેટ લેતા એક પછી એક બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી દીધા.

ટી ટાઈમ સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 155 રન હતો. આ પછી બેન સ્ટોક્સ અને જોની બેરસ્ટો ક્રિઝ પર આવ્યા. બેયરસ્ટોએ બેઝબોલને પોતાનું હથિયાર બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થયો. તે 25ના અંગત સ્કોર પર બુમરાહે ગિલના હાથે કેચ કરાવીને આઉટ કર્યો.
બુમરાહ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો બોલર બન્યો છે. તેણે બેન સ્ટોક્સને પોતાનો 150મો શિકાર બનાવ્યો. સ્ટોક્સને બુમરાહે બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. આ પછી તેણે પોતાની 5 વિકેટ પણ પૂરી કરી. ટોમ હાર્ટલી પાંચમી વિકેટ તરીકે આઉટ થયો. આ પછી તેણે એન્ડરસનને છઠ્ઠો શિકાર બનાવ્યો અને ઈંગ્લેન્ડનો સ્કોર 253 પર રોકી દીધો.
બીજા સેશનમાં બેન ફોક્સ ક્રિઝ પર આવ્યો પરંતુ કુલદીપ યાદવે તેને પોતાનો શિકાર બનાવ્યો. છઠ્ઠી વિકેટ પડ્યા બાદ બેન સ્ટોક્સે આક્રમક વલણ અપનાવ્યું અને કેટલાક આકર્ષક શોટ લગાવ્યા અને ઝડપી રન બનાવ્યા. જો કે તુ બુમરાહે આવીને 47 રન પર પરત મોકલી દીધો.
નિયમિત વિકેટ લેતા બુમરાહે પંજો ફટકાર્યો. એન્ડરસન છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. આ રીતે બુમરાહે છઠ્ઠી વિકેટ લીધી અને મુલાકાતી ટીમને 253 રનમાં આઉટ કરી દીધી. તેના સિવાય કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી. અશ્વિન અને મુકેશ કુમાર વિકેટ લઈ ન શક્યા. અક્ષર પટેલે એક ખેલાડીને આઉટ કર્યો. આમ ભારતને પ્રથમ દાવના આધારે 143 રનની લીડ મળી.
ભારતીય ટીમે આજે તેની બીજી ઇનિંગ દરમિયાન 5 ઓવર રમીને 28 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 13 રન અને યશસ્વી જયસ્વાલ 15 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ટીમ ઈન્ડિયાની કુલ લીડ 171 રન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
