IND Vs ENG : ચોથી ટેસ્ટમાં મેદાન પર નહીં ઉતરે બુમરાહ? જાણો કેમ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત મેળવી છે. હવે ચોથી ટેસ્ટ પહેલા ભારત માટે માઠા સમાચાર આવ્યા છે.
ચોથી મેચ પહેલા ભારતીય ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.

અહેવાલો અનુસાર, જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ સાથે રાજકોટથી રાંચી નહીં જાય. બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે.
જો કે, જસપ્રીત ધર્મશાલામાં યોજાનારી શ્રેણીની છેલ્લી અને પાંચમી મેચ માટે ટીમમાં વાપસી કરશે. પરંતુ બુમરાહ ચોથી ટેસ્ટ મેચ નહીં રમે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી શકે છે.
જણાવી દઈએ કે, ભારતીય ટીમના વર્કલોડ મેનેજમેન્ટે જસપ્રિત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. જસપ્રીત બુમરાહે અત્યાર સુધી ત્રણ મેચમાં 80.5 ઓવર ફેંકી છે અને 13.64ની એવરેજથી 17 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ બોલ સાથે ભારતીય ટીમ માટે સૌથી મોટો મેચ વિનર રહ્યો છે.
આવી સ્થિતિમાં તેની ગેરહાજરીમાં મુકેશ કુમાર ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે. મુકેશ કુમારને રણજી ટ્રોફી રમવા માટે ત્રીજી ટેસ્ટ મેચમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ મુકેશ ચોથી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
