IND vs ENG : ઈંગ્લેન્ડની ધરતી પર બુમરાહનો તરખાટ, તોડી શકે છે કપિલદેવનો રેકોર્ડ
IND vs ENG : લંડનના લોર્ડ્સ મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલા ત્રીજા ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ઈતિહાસ સર્જ્યો છે.
પોતાની શાનદાર બોલિંગથી બુમરાહે મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાને મોટી સફળતા અપાવી છે. પહેલેથી જ ફોર્મમાં ચાલતા બુમરાહે પ્રથમ દિવસે વિશ્વના નંબર એક ટેસ્ટ બેટ્સમેન હેરી બ્રૂકને આઉટ કરીને પોતાની સફળતાનો આરંભ કર્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે સવારે ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી.

બુમરાહે સૌથી પહેલાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કર્યો. આ વિકેટ 86મા ઓવરની બીજા બોલ પર આવી. ત્યારબાદ 88મા ઓવરની પહેલી જ બોલ પર બુમરાહે ઈંગ્લેન્ડના સૌથી અનુભવી બેટ્સમેન જો રૂટને પણ ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો.
જો રૂટ એ સમયે 104 રન બનાવીને શાનદાર લયમાં રમી રહ્યો હતો, પરંતુ બુમરાહની ઝડપી અને સચોટ બોલિંગ સામે તે ન ટકી શક્યો.
જો રૂટને આઉટ કરીને બુમરાહે એક વિશેષ રેકોર્ડ પણ પોતાનાં નામે કર્યો છે. તે હવે જો રૂટને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત (11 વાર) આઉટ કરનાર બોલર બની ગયા છે. આ યાદીમાં તેમના પાછળ જોશ હેઝલવુડ (10 વાર), નાથન લાયન (9 વાર) અને રવિન્દ્ર જાડેજા (8 વાર) છે.
બુમરાહ અહીં ન અટક્યો. તેણે તરત જ પોતાના આગામી ઓવરમાં ક્રિસ વોક્સને પણ શૂન્ય પર આઉટ કરી ગોલ્ડન ડક પર પાછો મોકલી દીધો.
હવે જો બુમરાહ એક વિકેટ વધુ લે છે તો તે વિદેશી જમીન પર ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વખત 5 વિકેટ હોલ લેનાર બોલર બની જશે. હાલ આ રેકોર્ડ 12 વખત સાથે કપિલ દેવના નામે છે અને બુમરાહ હવે તેમની બરાબરી પર પહોંચી ગયા છે. સાથે જ જો તે વધુ એક ઈંગ્લિશ બેટ્સમેનને આઉટ કરે છે તો તેઓ ઈશાંત શર્માની (48 વિકેટ) બરાબરી કરીને ઈંગ્લેન્ડની જમીન પર ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર બની જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
