IND vs ENG : જસપ્રિત બુમરાહના નામે મોટી ઉપલબ્ધી, આવુ કરનારો પહેલો ભારતીય બન્યો
ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનના વિશાળ માર્જિનથી હરાવીને સિરીઝને 1-1 થી બરાબર કરી લીધી છે. આ જીતમાં બુમરાહે બોલથી ધમાલ મચાવી.
જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડ સામે રમતી વખતે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ભારતીય ધરતી પર આવ્યું છે. તેણે આ મામલે અન્ય બોલરોને હરાવ્યા છે.

વર્ષ 1934માં લાધાભાઈ અમરસિંહે ઈંગ્લેન્ડ સામે 141 રનમાં 8 વિકેટ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ આંકડા બંને ઇનિંગ્સના છે. તેના સિવાય મુનાફ પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2006માં મુનાફ પટેલે 97 રનમાં 7 વિકેટ ઝડપી હતી.
આ બન્નેને પછાડીને બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ તેણે 3 વિકેટ ઝડપી હતી. કુલ 91 રનમાં 9 વિકેટ લઈને બુમરાહે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.
ઇંગ્લિશ ટીમે ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને મેચ ગુમાવી. બીજા દાવમાં ભારતે આપેલા 399 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 292 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ.
આનાથી ભારતીય ટીમને 106 રને મોટી જીત મળી. યશસ્વી જયસ્વાલે ભારત માટે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે બીજી ઇનિંગમાં સદી ફટકારી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
