World Cup 2023: IND vs AUS મેચ પહેલા ભારતને મોટો ઝટકો, શુબમન બાદ આ ઓલરાઉન્ડરના રમવા પર આશંકા
IND vs AUS, World Cup 2023: હાલ આઇસીસી ક્રિકેટ વિશ્વ કપ રમાઇ રહ્યો છે. આ વિશ્વ કપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્માની કેપ્ટનસીમાં ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઇમાં 8 ઓક્ટોબરના રોજ ચેપોક સ્ટેડિયમમાં રમશે.
શુભમન ગિલ આ મહત્વની મેચમાં રમશે કે, નહીં તે અંગે અનિશ્ચિતતા છે. ચેન્નાઈ પહોંચ્યા બાદ શુભમન ગિલને ખૂબ તાવ આવ્યો હતો, ત્યારબાદ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ હતી. આવી સ્થિતિમાં, તેના રમવાને લઈને પહેલેથી જ સસ્પેન્સ છે. હવે એવા અહેવાલો છે કે, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નેટમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો છે.

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે અને તે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન પણ છે. હાર્દિક પંડ્યા 5 ઓક્ટોબરના રોજ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. 29 વર્ષીય ઓલરાઉન્ડરને ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. આ પછી હાર્દિકે બેટિંગ કરી ન હતી. રિપોર્ટમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાર્દિકની ઈજા ગંભીર નથી અને તે 8 ઓક્ટોબરના રોજ યોજાનારી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
રોહિત શર્માએ હાર્દિક વિશે આ વાત કહી - ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની મેચની પૂર્વ સંધ્યાએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાને જણાવ્યું હતું કે, તે કામચલાઉ બોલર નથી પરંતુ સંપૂર્ણ બોલર છે.
રોહિત શર્માએ હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે, હું ખરેખર હાર્દિક પંડ્યાને કામચલાઉ ઝડપી બોલર નથી માનતો. તે (હાર્દિક) સંપૂર્ણ ઝડપી બોલર છે, જે સારી ગતિએ બોલિંગ કરે છે. આનાથી અમને ફાયદો થાય છે. આનાથી અમને સ્પિનર, મીડિયમ અને ફાસ્ટ એમ ત્રણ બોલર સાથે રમવાનો વિકલ્પ મળે છે.
ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ ટેસ્ટ - વર્લ્ડકપ અને વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ બહુ સારો નથી, તેથી ટીમ ઈન્ડિયાની ખરી કસોટી રવિવારે થશે. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 12 વખત સામસામે આવી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 8 વખત મેચ જીતી છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ ચાર વખત જીત મેળવી છે. જો આપણે ODI મેચોની વાત કરીએ તો બંને દેશો 149 વખત સામસામે આવી ચુક્યા છે. જેમાં ભારતે 56 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
