IND vs AUS: ભારતીય ટીમમાં થશે આ 4 બદલાવ, આવી હોઇ શકે છે પ્લેઇંગ 11
ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની શાખ બચાવવા બુધવારે રાજકોટમાં ભારત સામે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને બે મેચમાં હરાવીને શ્રેણી પહેલા જ કબજે કરી લીધી છે. ભારતીય ટીમે શ્રેણીમાં 2-0થી વિજયી લીડ મેળવી લીધી છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે. ભારતીય ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓ ટીમમાં વાપસી કરશે. કેટલાક ખેલાડીઓ એવા હશે જેમને આરામ આપવામાં આવશે. ભારતીય ટીમનો પ્રયાસ મજબૂત ટીમને મેદાનમાં ઉતારીને વિજય નોંધાવવાનો રહેશે.

રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનર તરીકે જોવા મળી શકે છે. અત્યાર સુધી રમાયેલી બે મેચમાં રોહિત શર્મા ટીમમાં નહોતો. તે છેલ્લી મેચમાં પરત ફર્યો છે. આ મેચમાં પણ રોહિત શર્મા કેપ્ટન રહેશે. ગીલને આરામ આપવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન અને રોહિત શર્મા ઓપનર તરીકે મેદાન પર જોવા મળશે.
વિરાટ કોહલી પણ આરામ કર્યા બાદ મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. મિડલ ઓર્ડર બેટિંગમાં કોહલી એક મોટું અને મહત્વનું નામ છે. આવી સ્થિતિમાં તેની વાપસી ટીમ માટે સારા સમાચાર છે. તેમના સિવાય શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પણ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે.
હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે ટીમમાં આવશે અને સૂર્યકુમાર યાદવને પડતો મૂકવામાં આવી શકે છે. રવિન્દ્ર જાડેજા પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં હશે. અશ્વિન પણ ઓલરાઉન્ડર તરીકે ટીમ સાથે જોડાશે. ગત મેચમાં તેણે વિસ્ફોટક બોલિંગનું પ્રદર્શન કર્યું હતું.
આ શ્રેણીમાં ત્રણ નામ મહત્વપૂર્ણ છે. બુમરાહ વાપસી કરશે. તેના સિવાય મોહમ્મદ સિરાજની પણ ટીમમાં વાપસી થશે. પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન નહીં મળે. મોહમ્મદ શમી પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે અને શાર્દુલ ઠાકુરને બહાર રાખવામાં આવે તેવી શક્યતા છે. ઠાકુરનું પ્રદર્શન પણ અપેક્ષા મુજબ રહ્યું નથી. આવી સ્થિતિમાં તેને ટીમમાં સામેલ કરવામાં નહીં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
