IND VS AUS : જાણો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી 5 મેચોનું રિઝલ્ટ
IND VS AUS, India vs Australia ODI Series 2023 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષની બીજી વનડે સિરીઝ રમાવા જઈ રહી છે. શુક્રવારથી શરૂ થઈ રહેલી આ સિરીઝ પહેલા, જો આપણે બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ વન-ડે મેચોના આંકડા યાદ કરીએ, તો કાંગારુ ટીમનો હાથ ઉપર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત 22 સપ્ટેમ્બરના રોજ થઇ રહી છે. બંને ટીમો મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ટકરાશે.

ભારત પાસે વનડેમાં ટોપ રેકિંગવાળી ટીમ બનવાનો શાનદાર તક મળી રહી છે. પહેલી વનડે જીતીને ટીમ ઇન્ડિયા બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમને પાછળ છોડીને વનડે રેકિંગમાં ટોપ પર પહોંચી જશે.
ભારત આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સહિત તેમના ઘણા મુખ્ય સ્ટાર્સ વગર રમવા મેદાનમાં છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચના પરિણામો શું હતા.
1 - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટક્કર આ વર્ષે 22 માર્ચના રોજ ચેન્નાઈમાં થઈ હતી, જેમાં કાંગારૂ ટીમે 21 રને ત્રણ મેચની સિરીઝ જીતી હતી.
2 - એ જ સિરીઝની બીજી મેચમાં, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 માર્ચ 2023ના રોજ વિશાખાપટ્ટનમમાં આમને-સામને હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટે જીતી લીધી હતી.
3 - આ સિરીઝની પ્રથમ મેચ બંને ટીમો વચ્ચે 17 માર્ચ 2023ના રોજ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવી હતી.
4 - આ પહેલા 2 ડિસેમ્બર, 2020ના રોજ કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ તે મેચ 13 રને જીતી હતી.
5 - એ જ પ્રવાસ પર શ્રેણીની બીજી મેચમાં, બંને ટીમો 29 નવેમ્બર 2020 ના રોજ સિડનીમાં સામસામે આવી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાને કાંગારૂ ટીમે 51 રને પરાજય આપ્યો હતો.












Click it and Unblock the Notifications
