IND vs AUS : પહેલા T20 મુકાબલામાં વરસાદ વિલન બન્યો, મેચ રદ્દ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબેરામાં રમાનારી પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ મેચમાં વરસાદે બે વખત વિક્ષેપ પાડ્યો હતો, જેના કારણે અંતે મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી, પરંતુ અભિષેક શર્મા 19 રન બનાવીને આઉટ થયો. અભિષેક શર્મા અને શુભમન ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી નોંધાઈ હતી. નાથન એલિસે અભિષેક શર્માને 19 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો હતો.

ત્યારબાદ સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો અને તે સમયે વરસાદને કારણે રમત અટકાવવામાં આવી. જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે ઓવરો ઘટાડીને 18-18 ઓવરની કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવ અને ગિલે આક્રમક બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન બોલરોને મુશ્કેલીમાં મૂક્યા અને સ્કોરબોર્ડ ઝડપથી આગળ વધાર્યું.
ભારતીય ટીમનો સ્કોર 9.4 ઓવરમાં 1 વિકેટે 97 રન હતો, ત્યારે ફરી વરસાદના કારણે રમત અટકી. સૂર્યકુમાર 24 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન બનાવી અણનમ હતો, જ્યારે ગિલ 20 બોલમાં 37 રન બનાવીને ક્રિઝ પર હતો. જો કે, ત્યારબાદ મેચ ફરી શરૂ થઈ શકી નહીં અને તેને રદ કરવામાં આવી હતી.
એવી અપેક્ષા હતી કે વરસાદ બંધ થતાં ઓછી ઓવરોની મેચ રમાડવામાં આવશે, પરંતુ તે શક્ય બન્યું નહીં. સ્ટેડિયમની આસપાસ રાત્રે 11 વાગ્યા પછી લાઇટ્સ ચાલુ રાખવાની પરવાનગી ન હોવાથી મેચ રદ થઈ છે. આ રહેણાંક વિસ્તાર હોવાથી લોકોને અવાજ અને લાઇટ્સથી પરેશાની ન થાય તે માટે રાત્રે 11 વાગ્યા પછી સ્વયંસંચાલિત રીતે લાઇટ્સ બંધ થઈ જાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
