IND vs AFG, Virat kohli record: આજે હોમ ગ્રાઉન્ડ પર ચાલશે વિરાટનો જાદુ, તુટી શકે છે સચિનનો મહા રેકોર્ડ
IND vs AFG, Virat kohli record: વર્લ્ડ કપ 2023માં પોતાની બીજી મેચ રમવા આજે ટીમ ઈન્ડિયા સામે અફઘાનિસ્તાન મેદાનમાં ઉતરશે. ભારત અફઘાનિસ્તા વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે શરૂ થશે.
ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને દિલ્હી પહોંચી હતી, જ્યારે અફઘાનિસ્તાનને પ્રથમ મેચમાં બાંગ્લાદેશના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે આ રેકોર્ડ બનાવવાથી થોડા જ રન દૂર છે.

વિરાટ બનાવશે શાનદાર રેકોર્ડ! - ભારત અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં તમામની નજર ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિરાટ કોહલીનું હોમ ગ્રાઉન્ડ છે.
આવી સ્થિતિમાં તે હોમ ગ્રાઉન્ડ પર મોટી ઇનિંગ રમવા માંગશે. આ સાથે વિરાટ પાસે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડીને નંબર-1 બનવાની મોટી તક છે. કોહલી પણ આ રેકોર્ડથી પાછળ નથી. આવો તમને જણાવીએ કે આજે કોહલી સચિનનો કયો રેકોર્ડ તોડી શકે છે.
આ મોટો રેકોર્ડ સચિનના નામે છે - દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સૌથી વધુ ODI રન બનાવનારો બેટ્સમેનનું નામ સચિન તેંડુલકર છે. સચિને આ મેદાન પર 8 ODI મેચ રમી છે અને તેમાં તેણે પોતાના બેટથી 300 રન બનાવ્યા છે.
વિરાટ પાસે પોતાના હોમ ગ્રાઉન્ડમાં આ મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે. કોહલીએ આ મેદાન પર અત્યાર સુધી 7 વનડે મેચમાં 222 રન બનાવ્યા છે. તે સચિનનો રેકોર્ડ તોડવાથી 79 રન દૂર છે. આવી સ્થિતિમાં જો તેનું બેટ આજે કામ કરશે, તો સ્વાભાવિક છે કે તે સચિનના આ રેકોર્ડને તોડી નાખશે.
ઓસ્ટ્રેલિયા સામે રમી હતી મેચ વિનિંગ ઇનિંગ્સ - વિરાટ કોહલીની વાત કરીએ, તો તે અત્યારે ઘાતક ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં કોહલીએ ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં અને તેને જીત તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ મેચમાં કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને ચોથી વિકેટ માટે 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી હતી. જોકે, કોહલી સદી ફટકારે તે પહેલા થોડા રનમાં કેચ આઉટ થયો હતો. કોહલીએ 85 રન બનાવ્યા હતા.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
