IND Vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 66 રને હરાવ્યુ, નોંધાવી પ્રથમ જીત, સેમી.ની આશા જીવંત
અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-12ની મહત્વની મેચ રમાવાની છે. પાકિસ્તાને ગ્રુપ 2માંથી પ્રથમ ચાર મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આવી સ્થિતિમાં, ન્યુઝીલેન્ડ, ભારત અને અફઘાનિસ્તાન વ
અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-12ની મહત્વની મેચ રમાવાની છે. પાકિસ્તાને ગ્રુપ 2માંથી પ્રથમ ચાર મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આવી સ્થિતિમાં, ન્યુઝીલેન્ડ, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી રાઉન્ડની ટિકિટ મેળવવા માટે યુદ્ધ છેડાયું છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 144 રન બનાવ્યા હતા, જેથી હાર થઇ હતી.

અફઘાનિસ્તાન તરફથી બેટીંગ કરતા જનતે 22 બોલમાં 42 તથા નબીએ 32 બોલમાં 35 રન બનાવ્યા હતા. બાકી ખેલાડીઓ 20ની અંદર આઉટ થયા હતા. ભારત તરફથી બોલિંગ કરતા મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત આર.અશ્વિને 2 તથા રવિન્દ્ર જાડેજા - જસપ્રિત બુમરાહે1-1 વિકેટ લીધી હતી.
ઉલ્લેખનિય છેકે ટોસ જીતી અફઘાનિસ્તાને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા કેએલ રાહુલે 48 બોલમાં 69 રન, રોહિત શર્માએ 47 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિષભ પંતે અણનમ 13 બોલમાં 27 રન તથા હાર્દિક પાંડ્યાએ અણનમ 13 બોલમાં 35 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી બોલિંગ કરતા ગુલ્બદીન નઇબ તથા કોરીમ જનતે 1-1 વિકેટ ઝડપી હતી.
ક્વોલિફાય થવા ભારતે કરવું પડશે આ કામ
ભારતે સેમીફાઈનલમાં પહોંચવા માટે બાકીની મેચો પણ મોટા અંતરથી જીતવી પડશે. પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું, ત્યારબાદ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે અફઘાનિસ્તાન સામે મોટી જીત બાદ છેલ્લી 2 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવા જઈ રહેલા કોહલી પાસેથી વધુ સારી ટીમ સિલેક્શનની આશા રાખવામાં આવશે. અશ્વિન જેવા બોલરને બહાર રાખવાના નિર્ણય પર વારંવાર સવાલો ઉઠી રહ્યા હતા. છેલ્લા છ મહિનાથી અશ્વિનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી રહી ન હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
