છોકરીઓ સાથે પ્રાઇવેટ ચેટ લીક થતા ઈમામની મુસીબત વધી
હાલમાં જ સોશ્યલ મીડિયા પર ઘણી છોકરીઓ સાથે ખાનગી ચેટ સ્ક્રીનશોટ લીક થયા બાદ હવે ઇમામ ઉલ હક મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે.
હાલમાં જ સોશ્યલ મીડિયા પર ઘણી છોકરીઓ સાથે ખાનગી ચેટ સ્ક્રીનશોટ લીક થયા બાદ હવે ઇમામ ઉલ હક મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન ઓપનિંગ બેટ્સમેન છેલ્લા 6 મહિના દરમિયાન 7-8 છોકરીઓને એકસાથે ડેટિંગ કરી રહ્યો હતો અને છોકરીઓ પણ ઇમામની શક્તિ અને પાવરમાં ફસાઈ ગઈ હતી. જો કે, જ્યારે ઇમામનો રંગીન મિજાજ બહાર આવ્યો ત્યારે આ છોકરીઓએ એક ટ્વિટર યુઝર પર એક ખાનગી સ્ક્રીનશોટ લીક કર્યો હતો, જેણે ઇમામનો પર્દાફાશ કર્યો હતો.

ઇમામની આ હરકત પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શરૂઆતમાં એમ કહીને છટકવાનો પ્રયાસ કર્યો હતો કે તે ઈમામનો ખાનગી મામલો છે. આમાં બોર્ડ દખલ નહીં કરે, પરંતુ આ મામલો વધતો જોઈને પીસીબી પણ હરકતમાં આવી છે અને ઈમામ વિરુદ્ધના આરોપોની તપાસ શરૂ કરી છે.
જોકે પીસીબી હજી પણ આ વલણ પર અડગ છે કે તે ઈમામનો ખાનગી મુદ્દો છે. પીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડ તેમને કોઈ પણ પ્રકારની કારણ જણાવો નોટિસ આપશે નહીં કારણ કે તે તેમનો વ્યક્તિગત મામલો છે, પરંતુ આક્ષેપોને શોધવા માટે વચગાળાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ જ અધિકારીએ આગળ જણાવ્યું કે અમે તે હોટલની તપાસ કરી હતી જ્યાં તેઓ રોકાયા હતા પરંતુ અમને એવી કોઈ જ જાણકારી નથી મળી શકી જેનાથી લગાવવામાં આવેલા આરોપો સિદ્ધ થઇ શકે.
આપને જણાવી દઈએ કે જે યુઝરે ઈમામની ચેટ ટ્વિટર પર લીક કરી હતી. તેને એવો પણ દાવો કર્યો છે કે તેની પાસે ઇમામની પ્રવૃત્તિઓના અન્ય પુરાવા વિડીયોના રૂપમાં છે, પરંતુ તેને તે જયારે જ જાહેર કરશે જયારે આ વીડિયો સંબંધિત છોકરીઓની સહમતી હશે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આર્મી ટ્રેનિંગ લેશે ધોની, આર્મી ચીફે મંજૂરી આપી!
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
