INDvPAK: CT'17માં ભારતની હારનો બદલો મહિલા ક્રિકેટ ટીમે લીધો
આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 ભારત વિ. પાકિસ્તાન: ખાસ વાતો
ક્રિકેટ વિશ્વમાં ભારત વિ.પાકિસ્તાન મેચ હંમેશા સૌથી મહત્વપૂર્ણ બની રહે છે, પછી ભલે એ પુરૂષ ટીમ હોય કે મહિલા ટીમ. ઇંગ્લેન્ડમાં હાલ આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 રમાઇ રહ્યું છે, જેમાં રવિવારે 2 જુલાઇના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડર્બીમાં મેચ રમાઇ હતી. આઇસીસી વિશ્વ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમનો જાદુ ઓસરતો જોવા મળ્યો હતો. જો કે, આખરે પાકિસ્તાનને 95 રનથી હરાવી ભારતીય મહિલા ટીમે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો લઇ લીધો હતો.

મેચ અપડેટ
ભારતની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 169 રન ફટકાર્યા હતા. ભારતીય કપ્તાન મિતાલી રાજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં એક પરિવર્તન, શિખા પાંડેની જગ્યા લીધી માનસી જોશીએ લીધી હતી.
7 રન બાદ ભારતની પહેલી વિકેટ સ્મૃતિ મંધાનાના રૂપમાં પડી હતી. મહિલા ક્રિકેટ ટીમની 'વિરાટ કોહલી' કહેવાતી સ્મૃતિની હાર બાદ 50 રન સુધી બારતે સ્થિર બેટિંગ કરી સ્કોર 60ની પાર પહોંચાજ્યા હતો. 74 સ્કોર પર ભારતની 2જી વિકેટમાં પૂનમ રાઉત પોતાની અર્ધસદી અધૂરી મુકી આઉટ થઇ. ત્યાર બાદ ત્રીજો ઝાટકો કપ્તાન મિતાલી રાજના રૂપમાં મળ્યો, જે પછી ભારતની સ્થિતિ કથળતી લાગી. 93ના સ્કોર પર ભારતીય કપ્તાન આઉટ થયા બાદ તરત જ દીપ્તિ શર્મા પણ આઉટ થઇ. ત્યાર બાદ 107ના સ્કોર પર હરમનપ્રીત આઉટ થતાં અડધી ભારતીય ટીમ પેવેલિયન પર ફરી ગઇ હતી.
પાકિસ્તાની બેટ્સમેન પણ ભારતીય બોલરો સામે ઝાઝું ટકી નહોતા શક્યા. 16 ઓવર બાદ પાકિસ્તાની ટીમ 6 વિકેટ ગુમાવી માત્ર 29 રન બનાવી શકી હતી. હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન સામે ભારતની જીતવાની તક ઘણી વધારે છે. આશા રાખીએ કે, આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કદી ન હારવાનો રેકોર્ડ ભારતીય મહિલા ટકાવી રાખે. સ્કોર 59 પર પહોંચતા-પહોંચતા પાકિસ્તાનની ટીમ 9 વિકેટ ગુમાવી બેઠી. આખરે 74 રન કરી પાકિસ્તાનની ટીમ ઓલ આઉટ થઇ ગઇ. ભારતની એક્તા બિષ્ટે સૌથી વધુ 5 વિકેટ લીધી અને માનસી જોશીએ 2 વિકેટ લીધી.
ભારતીય ટીમ(પ્લેયિંગ ઇલેવન): પૂનમ રાઉત, સ્મૃતિ મંધાના, મિતાલી રાજ(કપ્તાન), હરમનપ્રીત કૌર, દીપ્તી શર્મા, મોના મેશ્રામ, શિખા પાંડે, ઝૂલન ગોસ્વામી, એક્તા બિષ્ટ, સુષમા વર્મા(વિકેટ કીપર), પૂનમ યાદવ
પાકિસ્તાની ટીમ(પ્લેયિંગ ઇલેવન): આયશા ઝફર, નાહિદા ખાન, જવેરિયા ખાન, ઇમર જાવેદ, નૈન અબીદી, અસમાવીયા ઇકબાલ, સિડા નવાઝ(વિકેટ કીપર), સના મીર(કપ્તાન), નૈશ્રા સંધૂ, ડાયના બેગ, સૈદા યૂસુફ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખાસ વાતોઃ
- મહિલા ક્રિકેટ ટીમ કોઇ બાબતમાં પુરૂષ ક્રિકેટ ટીમથી ઊણી ઉતરે એમ નથી. પુરૂષ ટીમની માફક જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ વિશ્વ કપમાં હંમેશ પાકિસ્તાન સામે જીત જ મેળવી છે.
- મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આ બંન્ને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચો રમાઇ છે, એક વર્ષ 2009માં અને બીજી વર્ષ 2013માં. બંન્ને મેચોમાં ટીમ ઇન્ડિયાએ વિજય પ્રાપ્ત કર્યો છે.
- આઇસીસી મહિલા વિશ્વ કપ 2017માં ભારત પોતાની બંન્ને મેચ જીત્યું છે. પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 35 રનથી માત આપી હતી અને બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 7 વિકેટથી માત આપી હતી. નોંધનીય છે કે, આઇસીસી વિશ્વ કપ 2017માં પાકિસ્તાનની ટીમ આગળની બંન્ને મેચો હારી ચૂકી છે.
- 2 જુલાઇના રોજ પાકિસ્તાન સામે ત્રીજી મેચ રમવા માટે મેદાનમાં જતા પહેલાં ભારતીય કપ્તાન મિતાલી રાજે ટ્વીટર પર મોટું નિવેદન આપ્યું હતું. મિતાલીએ ટ્વીટ કર્યું હતું કે, કાલે પાકિસ્તાન સામે મોટો દિવસ છે. ભારતીય ટીમ પોતાની જીતની ગાથા યથાવત રાખવા માંગશે.
Big game tomorrow against Pakistan 🇵🇰. The team would want to continue its winning run @BCCIWomen #WWC17 #INDvPAK https://t.co/xWEp2X8FTB
— Mithali Raj (@M_Raj03) July 1, 2017
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
