ICC T20 Ranking : શુભમન ગિલને મળ્યું ટી20 રેન્કિગમાં સ્થાન, લગાવી 168 અંકની છલાંગ
ICC T20 Ranking : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરની T20 રેન્કિગ જાહેર કરી છે. ICC T20 બેટ્સમેનની રેન્કિગમાં શુભમન ગિલને સૌથી વધુ ફાયદો થયો છે.
ICC T20 Ranking : ભારતના સૂર્યકુમાર યાદવ આઇસીસી ટી20 બેટ્સમેનની રેન્કિગમાં ટોપ પર યથાવત છે. આ સાથે શુભમન ગિલ કરિયરની બેસ્ચ 30મી રેન્ક પર પહોંચી ગયા છે. સૂર્યાકુમારે 906 રેટિંગ પોઇન્ટ સાથે ટોપ પર છે. આ સાથે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી મેચમાં સદી ફટકારનારા શુભમન ગિલ બેસ્ટ રેન્કિગ પર આવી ગયો છે.

શુભમન ગીલે લાંબી છલાંગ લગાવી હતી
રમતના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર શુભમન ગિલ ODIમાં છઠ્ઠા અને ટેસ્ટમાં 62મા ક્રમે છે અને હવે T20 રેન્કિંગમાં 30માં નંબરે પહોંચી ગયો છે. ગિલે પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી 168 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે.
ગિલ અગાઉ ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં ટોપ 100માં પણ નહોતો. શુભમન ગિલે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે તેની કારકિર્દીની પ્રથમ ટી20 સદી ફટકારી હતી.

હાર્દિક પંડ્યાએ પણ ધૂમ મચાવી હતી
ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યાના હવે 250 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે શાકિબ ઓલ હસન 252 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે.
હાર્દિક પંડ્યા ઉપરાંત ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ બોલિંગ રેન્કિંગમાં આઠ સ્થાન ઉપર ચઢીને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 13મી રેન્કિંગ પર પહોંચી ગયો છે. T20 બોલિંગ રેન્કિંગમાં ટોપ ટેનમાં કોઈ ભારતીય નથી.

વિરાટ કોહલીની ખોટ
વિરાટ કોહલી એક સ્થાન નીચે 15મા ક્રમે છે, જ્યારે કેએલ રાહુલ બે સ્થાન નીચે 27મા અને સુકાની રોહિત શર્મા 29મા ક્રમે છે. ઈશાન કિશન ત્રણ સ્થાન સરકીને 48મા સ્થાને પહોંચી ગયો છે.
ભુવનેશ્વર કુમાર એક સ્થાન નીચે આવીને 21મા સ્થાને છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ અનુક્રમે 29માં અને 30માં સ્થાને છે.












Click it and Unblock the Notifications
