આ છે ક્રિકેટના મેદાન પર થયેલા સૌથી મોટા વિવાદ, જેને જેન્ટલમેન ગેમને શરમજનક સ્થિતીમાં મુકી
ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવાય છે. જો કે ઘણી વખત એવા વિવાદો સામે આવે છે જે આ ગેમની ગરિમાને નુકસાન પહોંચાડે છે. આજે આપણે આવા જ કેટલાક મોટા વિવાદો વિશે વાત કરવાના છીએ.
2023 માં ક્રિકેટ જગતમાં ઘણા મોટા વિવાદો થયા છે. વર્લ્ડ કપ દરમિયાન પણ ઘણા વિવાદ સામે આવ્યા હતા. આજે અમે આવા જ 5 વિવાદો વિશે જણાવી રહ્યા છીએ.

IPL 2023 માં કોહલી-ગંભીર વિવાદ
IPL 2023માં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે ખતરનાક લડાઈ થઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સ અને RCB વચ્ચેની મેચ દરમિયાન કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ કોહલી અને ગંભીર એકબીજા સામે આવી ગયા હતા.
જોની બેરસ્ટો સ્ટમ્પિંગ વિવાદ
લોર્ડ્સમાં એશિઝ ટેસ્ટ દરમિયાન જોની બેરસ્ટોએ કીપર માટે બોલ છોડી દીધો ત્યારે આ વિવાદ થઈ ગયો. તે રન બનાવવા કે કોઈ પણ પ્રકારના હેતુ માટે ગયો ન હતો. આ પછી તે ક્રિઝ છોડી ગયો હતો. કાંગારુ કીપર એલેક્સ કેરીએ બોલને વિકેટમાં ફટકારીને પાછળથી અપીલ કરી દીધી. ઓસ્ટ્રેલિયાએ અપીલ પાછી ખેંચી ન હતી અને બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો.
બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન ટાઈમ આઉટ વિવાદ
વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હેલ્મેટનો પટ્ટો તૂટવાને કારણે મેથ્યુઝે નવા હેલ્મેટનો ઓર્ડર આપ્યો હતો. આ કારણે મેદાન પર તેના આગમન અને પ્રથમ બોલ રમવા વચ્ચેનો સમય 1 મિનિટથી વધુનો થઈ ગયો. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન દ્વારા ટાઇમ આઉટની અપીલ પર તેને આઉટ જાહેર કરવામાં આવ્યો.
હરમનપ્રીત કૌરે અમ્યાયરો વિશે કમેન્ટ કરી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ વિવાદમાં ફસાઈ છે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર તેની ત્રીજી વનડે રમી રહી હતી અને આ મેચમાં કેપ્ટન અમ્પાયરિંગથી ખૂબ ગુસ્સે હતી અને તેથી જ તેણે સ્ટમ્પને જોરથી ફટકાર્યા. આ પછી, મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પણ હરમનપ્રીતે અમ્પાયરો વિશે કમેન્ટ કરી અને તેમની ભૂમિકા પર સવાલો ઉભા કર્યા.
સિકંદર રઝા-કર્ટિસ કેમ્ફર વિવાદ
આયર્લેન્ડની ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે હતી. આ સિરીઝની પહેલી જ T20માં સિકંદર રઝાની ટક્કર આયરિશ ખેલાડી કર્ટિસ કેમ્ફર સાથે થઈ. સિકંદર રઝાએ ગુસ્સામાં પોતાનું બેટ બતાવ્યું અને તેને ફટકારવા આગળ આવ્યો. જેના કારણે તેના પર બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો.
-
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
