હીથ સ્ટ્રીક નૉટ આઉટ, મૃત્યુના ખોટા સમાચાર થઇ રહ્યા છે વાયરલ
Heath Streak Death: ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની ઉરમાં નિધન થયુ હોવાના સમાચાર વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેમના નિધનને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે આ સમાચાર ખોટા છે. હીથ સ્ટ્રીક હજી જીવે છે અને હોસ્પિટલમાં તેમનો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો છે. પૂર્વ ઓલરાઉન્ડર સાઉથ આફ્રિકાની હોસ્પિટલમાં લાંબા સમયથી તેની સારવાર ચાલી રહી છે.

હેન્રી ઓલેન્ગાએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપતા કહ્યું કે, "હું પુષ્ટિ કરી શકું છું કે હીથ સ્ટ્રીકના મૃત્યુની અફવાઓ ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ છે. મારી હમણા જ હીથ સ્ટ્રીક સાથે વાત થઇ છે અને તેઓ જીવંત છે. ત્રીજા અમ્પાયરે તેમને પાછા ક્રિઝ પર બોલાવી લીધા છે."
I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB
— Henry Olonga (@henryolonga) August 23, 2023
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટને 65 ટેસ્ટ અને 189 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તે હજી પણ ટેસ્ટ અને વનડે બંનેમાં ઝિમ્બાબ્વેના સર્વકાલીન સર્વાધિક વિકેટ લેનાર બોલર તરીકે બનેલા છે. લેફ્ટ હેન્ડના પૂર્વ ફાસ્ટ બોલરના નામે ટેસ્ટમાં 216 અને વનેડેમાં 239 વિકેટ છે.
હીથ સ્ટ્રીકના નામે નોધાયેલા રિકોર્ડ
સ્ટ્રીક ટેસ્ટ અને વનડે બંનેમાં 100 વિકેટ લેનાર પહેલા ઝિમ્બાબ્વે ક્રિકેટર છે. તે 100 ટેસ્ટ વિકેટ અને 1000 ટેસ્ટ રન ડબલ પુરા કરનાર ઝિમ્બાબ્વેના એક માત્ર કિકેટર છે. અને વનડે માં 2000 રન બનાવનાર અને 200 વિકેટ લેનાર દેશના એક માત્ર ક્રિકેટર છે.
આ સાહસી ઓલરાઉન્ડર જે નવી બોલનો સારો ઉપયોગ કરતો હતો. નીચેના મધ્યમ ક્રમમાં બેટિગ કરી શક્તો હતો. તેમનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ 1127 રનનો સ્કોર છે. અને વનડેમાં 28.29 ની એવરેજથી 2948 રન બનાવ્યા છે.
સ્ટ્રીકે પોતાના ટેસ્ટ અને વનડે ડેબ્યુ એક જ વર્ષમાં 1993 માં કર્યુ હતુ. અને બોલ અને બેટ બંનેથી લગાતાર સારુ પ્રદર્શન કર્યા બાદ તેમણે 2000 માં ટીમનો કેપ્ટન બનવામાં આવ્યો હતો. તેમણે 2001 માં ન્યુઝિલેન્ડ સામે 2-1 થી ટીમને જીત અપાવીને વિદેશની ધરતી પર પહેલી ટેસ્ટ સીરીજ જીતાડી હતી. કેપ્ટન તરીકે તેમની રાહ ક્યારેય સરળ નથી રહી. 2001 મા તેમને હટાવી દેવામાં આવ્યા હતા જો કે, ત્યાર બાદ ફરી તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
