ઇન્જરી, પિતાનુ નિધન, MIએ મોઢુ ફેરવ્યુ, IPLમા ચમક્યો, હાર્દિક પંડ્યાએ વીડિયોમાં શેર કરી દુખભરી કહાની
માન્ચેસ્ટરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. બંને વચ્ચે 5મી
માન્ચેસ્ટરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. બંને વચ્ચે 5મી વિકેટ માટે 115 બોલમાં 133 રનની ભાગીદારી થઈ હતી. રિષભ પંતને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષો હાર્દિક પંડ્યા માટે સારા નહોતા ગયા. તેણે T20 વર્લ્ડ કપ 2021 અને IPL 2021માં બોલિંગ કરી ન હતી.

દુખોનો પહાડ
સતત ઈજાઓમાંથી પસાર થઈ રહેલા હાર્દિક પંડ્યાને તેના પિતાનું નિધન થતાં વધુ એક આઘાત લાગ્યો હતો. આ પછી IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને રિલીઝ કર્યો હતો. પરંતુ આ વિપરિત સંજોગો પછી પણ હાર્દિકે હાર ન માની. નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી છે. આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા તેણે ડેબ્યૂ સિઝનમાં જ આઈપીએલનો ખિતાબ જીતી લીધો હતો. ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હાર્દિકે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાની સફર બતાવી છે.

વીડિયોમાં જણાવી સફર
1 મિનિટ 25 સેકન્ડનો વિડિયો મોન્ટેજથી શરૂ થાય છે, જેમાં હાર્દિકનું બાળપણ અને તેના માતા-પિતા સાથેની તસવીર જોવા મળે છે. આમાં તે કહે છે કે, "લાંબા વિરામથી હું ફરી તાજગી અનુભવું છું અને તે શાનદાર છે અને ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાથી હું રોમાંચિત છું." આ પછી બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પંડ્યા એક મિત્રની મદદથી લંગડાતા ચાલે છે. વીડિયોમાં તે વ્હીલચેર પર બેસીને તેને ધક્કો મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિકને ઘણી ઈજા થઈ હતી. આ પછી પંડ્યાએ ફિટ થવા માટે ઘણી મહેનત કરી હતી. હવે હાર્દિક શાનદાર ફોર્મમાં છે, તે બોલ અને બેટથી સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

ઇગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સફર
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે T20 સિરીઝની ઇનિંગ્સમાં 63 રન અને 5 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેણે ODI શ્રેણીમાં 100 રન બનાવ્યા અને 6 વિકેટ પણ લીધી. પ્રથમ T20માં હાર્દિકે 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી હતી. બીજી T20માં હાર્દિકે 12 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. પંડ્યાને છેલ્લી ટી20માં આરામ આપવામાં આવ્યો હતો. બીજી વનડેમાં હાર્દિકે 29 રન બનાવ્યા અને બે વિકેટ લીધી. ત્રીજી વનડેમાં પંડ્યાએ 55 બોલમાં 71 રન બનાવ્યા અને 4 વિકેટ પણ લીધી હતી.
Through the ups and downs, with my people by my side. Woke up every morning raring to go, with the will to become stronger, with the will to become fitter and play for my country. Always grateful to those who stood by me, who encouraged me, who guided me 🙏❤️ pic.twitter.com/4gi32ijq1k
— hardik pandya (@hardikpandya7) July 18, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
