ભારતીય મહિલા ક્રિકેટરને તેના બોયફ્રેન્ડે ફિલ્મ સ્ટાઇલમાં કર્યુ પ્રપોઝ
ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિ પોતાના બોયફ્રેન્ડ સાથે જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. થોડા સમયથી વેદા કૃષ્ણામૂર્તિ ટીમ ઇન્ડિયાથી બહાર છે. જે પરત ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. રણજી પ્લેયર અને ટ્રેનર
ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિ પોતાના બોયફ્રેન્ડ સાથે જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. થોડા સમયથી વેદા કૃષ્ણામૂર્તિ ટીમ ઇન્ડિયાથી બહાર છે. જે પરત ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. રણજી પ્લેયર અને ટ્રેનર અર્જુન હોયસાલાએ વેદા કૃષ્ણામૂર્તિને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું હતુ. તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેયર કરી હતી.

અર્જુન હોયસાલા અને વૈદા કૃષ્ણામૂર્તિ છેલ્લા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ વાત જગજાહેર થઇ ગઇ છે તો તેમણે જાહેરમાં જ તે વાતનો સ્વીકાર પણ કરી લીધો છે. આ કપલ હાલના સમયમાં કાશ્મીરની વાદીઓમાં એન્જોય કરી રહ્યા છે. વૈદા કૃષ્ણામૂર્તિને પ્રપોઝ કરવાની તસ્વીર કાશ્મીરની છે. જેને બંને લોકોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરી છે.
આ તસવીરને શેર કરતા અર્જુન હોયસાલાએ કેપ્શનમાં લખ્યુ હતુ કે, " અને તેણે હા પાડી" આ તસ્વીરના સામે આવ્યા બાદ કેટલાય લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તસ્વીરમાં અર્જુન ઘુટણીએ બેસીને લગ્નની રિંગ આપતા કૃષ્ણામૂર્તિને લગ્ન માટે પુછે છે. અર્જુન હોયસાલા ઓસ્ટ્રેલિયાની વેટલિફ્ટિંગ ટીમના કંડિશનિંગ એસોસિએટ કોચ રહી ચૂક્યા છે.
24 સપ્ટેમ્બર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની છેલ્લી ઇન્ટરનેશલ મુકાબલો રમનાર ઝુલન ગોસ્વામીએ આ તસ્વીર પર કોમેન્ટ કરતા શુભેચ્છા પાઠવી હતી. વેદા કૃષ્ણામૂર્તિની વાત કરવામાં આવે તો તેણે ભારત માટે અત્યાર સુધીમાં 48 વન્ડે મેચ રમી છે. જેમા તેણે 8 અર્ધશતક સાથે 829 રન બનાવ્યા છે. તેમજ 76 ટી 20 મેચમાં 875 રન બનાવ્યા છે. ગયા વર્ષે વેદા કૃષ્ણામૂર્તિ કોરોના વાયરસને કારણે પોતાની મા અને બહેનને ખોયા હતા.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
