ICC Test Championship ટેબલમાં ટૉપ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ, જાણો ભારતના ચાંસ કેટલા છે
ICC Test Championship ટેબલમાં ટૉપ પર પહોંચ્યું ઈંગ્લેન્ડ, જાણો ભારતના ચાંસ કેટલા છે
નવી દિલ્હીઃ ચેન્નઈ ટેસ્ટમાં ભારતીય ટીમ ખરાબ રીતે હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ચ ચેમ્પિયનશિપના ફાઈનલમાં રમવા માટે વધુ મજબૂતીથી ડગલું માંડ્યું છે. ન્યૂઝીલેન્ડ પહેલે જ ફાઈનલમાં પહોંચી ચૂક્યું છે. ચેન્નઈ ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ આ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર હતી પરંતુ હવે ઈંગ્લિશ ટીમે નંબર એક સ્લોટ પર કબ્જો જમાવી લીધો છે.

ઈંગેલ્ડના કુલ પીસીટી ટકાવારી 70.2 થી ગયા છે અને તેના કુલ અંક હવે 442 થઈ ગયા છે. બીજી તરફ ભારતને જબરદસ્ત નુકસાન થયું છે અને સીધું ચોથા નંબરે ખસકી ગયું છે. ભારતના પીસીટી ટકાવારી હવે માત્ર 68.3 છે અને તેના અંક 430 છે. અંકના આધારે ભારત હજી પણ બીજી બેસ્ટ ટીમ છે પરંતુ પીસીટીના આધારે ભારત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પાછળ છે.
ન્યૂઝીલેન્ડ 70 ટકા પીસીટી સાથે બીજા નંબરે છે. અને ઓસ્ટ્રેલિયા 60.2 ટકા સાથે ત્રીજા સ્થાને છે. આ ભારત માટે અજીબ સ્થિતિ છે કેમ કે ઓસ્ટ્રેલિયાને તેમના ઘરે માત આપ્યા બાદ ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડમાં આવી ફજેતી કરશે તેવી કોઈને કલ્પના નહોતી.
ભારતને હવે ફાઈનલમાં પહોંચવા માટે આગલી ત્રણમાંથી બે ટેસ્ટ મેચ જીતવી પડશે. જો ઈંગ્લેન્ડની ટીમ આગલી ત્રણમાંથી બે ટેસ્ટ જીતી લે છે તો તે ફાઈનલમાં પહોંચી જશે.
ફાઈનલમાં પહોંચવા માટે કોની પાસે કેવા ચાન્સ છે?
જો ભારત ફાઈનલમાં પહોંચવા માગે છે તો તેણે ઈંગ્લેન્ડને 2-0, 2-1, 3-0, 3-1 અથવા 4-1થી હરાવવું પડશે.
જો ઈંગ્લેન્ડે ફાઈનલમાં પહોંચવું હોય તો તેમે ભારતને હાલની સીરિઝમાં 3-0, 3-1 અથવા 4-0થી હરાવવું પડશે.
જો ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પહોંચવું હોય તો ભારત અને ઈંગ્લેન્ડની સિરીઝમાં 0-0 અથવા 2-2થી ડ્રો કરવો પડશે. અથવા ઈંગ્લેન્ડની ટીમે ભારતને 1-0, 2-1 અથવા 2-0થી માત આપે ત્યારે જ કાંગારુ ટીમ ફાઈનલમાં પહોંચી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
