IPL Auction 2021 પહેલાં જ Arjun Tendulkarનું સિલેક્શન થઈ ગયું? આ ટીમની જર્સીમાં જોવા મળ્યો
IPL Auction 2021 પહેલાં જ Arjun Tendulkarનું સિલેક્શન થઈ ગયું? આ ટીમની જર્સીમાં જોવા મળ્યો
IPL Auction 2021માં બધાની નજર ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર પર રહેશે. અર્જુન તેંડલકર (Arjun Tendulkar)ના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. અર્જુન તેંડુલકરની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. અર્જુન તેંડુલકર હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળ્યો છે, જેનાથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે શું આઈપીએલની હરાજી પહેલાં જ તેમનું સિલેક્શન થઈ ગયું છે! માનવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ અર્જુન તેંડુલકરને ખરીદવા માંગે છે.

મુંબઈ અર્જુન પર દાવ લગાવી શકે
અર્જુન તેંડુલકરે 14 ફેબ્રુઆરીએ મુંબઈમાં 73મા પોલીસ આમંત્રણ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગ્રુપ એ મુકાબલામાં 31 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી અને 41 રન આપી ત્રણ વિકેટ પણ ખેરવી હતી. તેમણે સ્પિન બોલર હાશિર દાફેદારની એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 21 વર્ષીય અર્જુને પોતાની શાનદાર ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવ્યા હતા. અર્જુન તેંડુલકરના પ્રદર્શનને પગલે એમઆઈજી ક્રિકેટ ક્લબે ઈસ્લામ જિમખાનાને 194 રને માત આપી હતી.

મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું
અર્જુને હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી મુંબઈની સીનિયર ટીમમાં પદાર્પણ કર્યું હતું. આજે ચેન્નઈમાં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી માટે તેમની દાવેદારી ખુબ મજબૂત છે. અર્જુન તેંડુલકરે હરાજી પહેલાં નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી હતી.

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી
અર્જુને પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો. અર્જુન મુંબઈની જર્સીમાં જીમમાં પરસેવો વહાવતો જોવા મળી રહ્યો છે. અર્જુનની આ તસવીર બાદ ફેન્સે અંદાજો લગાવવો શરૂ કરી દીધો કે આગામી આઈપીએલમાં અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. આઈપીએલ 2021ની હરાજીમાં કુલ 292 ખેલાડીઓની બોલી લાગશે. આઈપીએલ 2021 ભારતમાં જ આયોજિત થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
