Ranji Trophy 2023 : 2 મેચ બાદ ન મળી તક, હવે 12 બોલમાં ફટકાર્યા 58 રન
Ranji Trophy 2023 : એક ભારતીય બેટ્સમેને મેદાન પર તરખાટ મચાવ્યો છે. સિલેક્ટર્સે આ ખેલાડીને માત્ર બે મેચમાં તક આપી હતી, ત્યારબાદ તે ઘરેલુ ક્રિકેટમાં પરત ફર્યો હતો. આ જ ખેલાડી હવે એક મેચમાં બોલરોનો કાળ બનીને વરસ્યો હતો.
Ranji Trophy 2023 : ભારતમાં સારા ક્રિકેટરોની ભરમાર છે, જે કારણે સિલેક્ટર્સ હંમેશા પ્લેઇંગ ઇલેવનની પસંદગી સમયે મુંઝવણમાં રહે છે. વર્તમાન સમયમાં ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2023 ચાલી રહી છે. જેમાં ઘણા ખેલાડીઓ રેકોર્ડ બનાવી રહ્યા છે.
આવો જ એક ખેલાડી છે, જેને ભારતીય ક્રિકેટ ટીમમાં માત્ર બે મેચ રમવાની તક મળી હતી. જે બાદ તે હવે રણજી ટ્રોફી 2023 રમી રહ્યો છે. જેમાં તેણે એક અવિશ્વસનીય રેકોર્ડ બનાવ્યો છે.

દેવદત્તે બેટથી મચાવ્યો તરખાટ
રણજી ટ્રોફીમાં બેટ્સમેન દેવદત્ત પડિકલ કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે ઝારખંડ સામેની રણજી ટ્રોફી ગ્રુપ-સી મેચમાં 114 રનનીશાનદાર ઇનિંગ રમી હતી.
પોતાની ઇનિંગમાં તેણે 175 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા, 5 છગ્ગા ફટકાર્યા હતા. જો આ માટે બાઉન્ડ્રીઅને બોલની ગણતરી કરવામાં આવે, તો દેવદત્તે માત્ર 12 બોલમાં 58 રન બનાવ્યા હતા.
જો આના પરથી અડધી સદીનો આંકડો કાઢવામાંઆવે, તો તેના બેટમાંથી 10 બોલમાં 50 રન થયા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન દેવદત્તનો એકંદર સ્ટ્રાઈક રેટ 65.14 હતો.

ઝારખંડની ઇનિંગ 164માં સમેટાઇ
આ મેચની વાત કરીએ તો ઝારખંડના કેપ્ટન વિરાટ સિંહે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમનો પ્રથમ દાવ માત્ર 164 રનમાંસમેટાઈ ગયો હતો.
કૃષ્ણપ્પા ગૌતમે 4 અને શ્રેયસ ગોપાલે 3 વિકેટ લઈને કર્ણાટકને મજબૂત બનાવ્યું હતું. આ પછી મયંક અગ્રવાલનીસુકાનીમાં કર્ણાટકે તેની પ્રથમ ઇનિંગમાં 300 રન બનાવ્યા અને 136 રનની લીડ મેળવી હતી.
દેવદત્ત સિવાય શરથ બીઆરે 75 બોલમાં 10ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. ઝારખંડ તરફથી શાહબાઝ નદીમે 5 અને અનુકુલ રોયે 3 વિકેટ લીધી હતી.

અત્યાર સુધી માત્ર 2 આંતરરાષ્ટ્રીય મેચ રમી
22 વર્ષીય દેવદત્ત પડિકલ તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર 2 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. આ દરમિયાન તેણે કુલ 38 રન બનાવ્યાહતા. આ તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની બીજી સદી હતી.
આ પહેલા તેણે 21 મેચમાં કુલ 1251 રન બનાવ્યા છે. લિસ્ટ-એમાં તેના 1391રન છે. એકંદરે T20 કારકિર્દીમાં, દેવદત્તે 76 મેચોમાં 3 સદી અને 14 અડધી સદીની મદદથી 2388 રન બનાવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
