હાર્દિક પંડ્યાનો કેચ પકડી ડેવિડ મિલરે રચ્યો ઈતિહાસ, શોએબ મલિકના રેકોર્ડની બરાબરી કરી
હાર્દિક પંડ્યાનો કેચ પકડી ડેવિડ મિલરે રચ્યો ઈતિહાસ, શોએબ મલિકના રેકોર્ડની બરાબરી કરી
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી20 સીરિઝની આખરી મેચ રવિવારે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ક્વિંટન ડિકૉકના નેતૃત્વવાળી ટીમે ભારતને 9 વિકેટે હરાવી દીધી. રવિવારનો દિવસ ભલે કેપ્ટન કોહલી માટે ખાસ ન રહ્યો હોય, પરંતુ દક્ષિણ આફ્રિકા માટે આ દિવસ બહુ લકી સાબિત થયો. પહેલા ટૉસ જીતીને કેપ્ટન કોહલીના ખાબ નિર્ણયે સાઉથ આફ્રિકાના હાથમાં જીતની થાળી પીરસી દીધી જે બાદ કેપ્ટન ડિકૉકે કોઈ ભૂલ ન કરતાં આ થાળીને પોતાના હાથમાંથી છૂટવા ન દીધી. પહેલી મેચ જીતી ત્રણ ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝને 1-1થી બરાબરી કરી અને પછી સૌથી ઓચી મેચમાં 1000 ટી20 રન પૂરા કરનાર બીજા વિકેટકીપર બન્યા. જ્યારે ડિકૉકની ટીમના સાથી બેટ્સમેન ડેવિલ મિલરે પણ એક વિશાળ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ કેચ પકડવાના મામલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની બરાબરી કરી લીધી છે. ડેવિડ મિલરે આ કારનામું ભારત વિરુદ્ધ રમાયેલ ત્રીજી ટી20 મેચમાં હાર્દિક પંડ્યાનો કેચ પકડીને કરી બતાવ્યું. હાર્દિક પંડ્યાનો આ કેચ તેમના આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટનો 50મો કેચ હતો. ડેવિડ મિલરે 72 મેચમાં 50 કેચ પકડવાનું કારનામું કર્યું હતું જ્યારે શોએબ મલિકે 111 મેચમાં 50 કેચ પકડવાનું કારનામું કર્યું હતું.
ટી20 આંતરરાષ્ટ્રી મેચમાં સૌથી વધુ કેચ પકડવાની યાદીમાં ત્રીજનું નામ સાઉથ આફ્રિકાના જ અબ્રાહમ ડિવિલિયર્સનું છે. એબી ડિવિલિયર્સે પોતાના કરિયર દરમિયાન 44 કેચ પકડ્યા છે. તેમના બાદ રૉસ ટેલર (44) અને સુરેશ રૈના (42)મા નંબર પર આવે છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
