CSK vs KKR : જાડેજાની ફીરકી સામે કોલકત્તા ઢેર, કોલકત્તાની બીજી હાર
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના આઈપીએલના મુકાબલામાં ચેન્નઈ ફરીથી તેના જૂના અંદાજમાં જોવા મળી. પહેલા કોલકત્તાને સસ્તામાં નીપટાવીને આસાનીથી મેચ જીતી લીધી.
કેકેઆર છેલ્લી ત્રણ મેચમાં સતત જીત નોંધાવ્યા બાદ મેદાનમાં ઉતરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર બોલિંગ કરતા KKRને હારનો સામનો કરવો છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે આવેલી KKRની સ્થિતિ શરૂઆતથી જ ખરાબ થઈ રહી. ઓપનર બેટ્સમેન ફિલિપ સોલ્ટ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. આ પછી સુનીલ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીએ મામલો સંભાળ્યો અને બંનેએ અડધી સદીની ભાગીદારી કરી.
અહીંથી વધુ બે વિકેટ પડી. રઘુવંશીએ 24 અને સુનીલ નારાયણે 27 રનની ઇનિંગ રમી. વેંકટેશ અય્યરનું બેટ ફરીથી શાંત રહ્યું અને 3 રનના અંગત સ્કોર પર આઉટ થયો. રમનદીપ સિંહ સાથે પણ આવું જ થયુ. તે 13 રન બનાવીને આઉટ થયો.
ધીમી ગતિએ રમતા અય્યર 32 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. અહીંથી KKRના બેટ્સમેન આઉટ થતા રહ્યા અને ટીમ 9 વિકેટે 137 રનનો સાધારણ સ્કોર બનાવવામાં સફળ રહી.
ચેન્નઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી અને 18 રનમાં 3 વિકેટ લીધી. તુષાર દેશપાંડેને પણ 3 વિકેટ મળી.
બીજી ઈનિંગમાં ચેન્નાઇએ ઓપનર રચિન રવિન્દ્રની વિકેટ વહેલી ગુમાવી દીધી. તે 15 રન બનાવીને આઉટ થયો. આ પછી કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને ડેરીલ મિશેલે મામલો સંભાળ્યો. રન માટે સંઘર્ષ કરી રહેલા ગાયકવાડે આ વખતે અડધી સદી ફટકારી. ડેરીલ મિશેલ 25 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.
રુતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને અંત સુધી ક્રિઝ પર રહ્યો. ગાયકવાડે 58 બોલનો સામનો કરીને 67 રનની અણનમ ઇનિંગ રમી. શિવમ દુબેએ 18 બોલમાં 28 રનની ઇનિંગ રમી હ. ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટે 141 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નઈએ ઘરઆંગણે ત્રીજી મેચ જીતી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
