Champions Trophy 2025: પાકિસ્તાન સહિત 8 ટીમ કરી શકે છે ક્વોલિફાય, આ ટીમ થઇ શકે છે આઉટ
Champions Trophy 2025: ભારતની યજમાનીમાં વર્તમાન સમયમાં વિશ્વ કપ ચાલી રહ્યો છે. આ વચ્ચે વર્ષ 2025માં પાકિસ્તાનમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. આ માટે વિશ્વ કપની ટોપ સાત ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરશે. હોસ્ટ હોવાના કારણે પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂક્યું છે.
અત્રે નોંધનીય છે કે, વર્લ્ડ કપના લીગ તબક્કાના અંતે પોઈન્ટ ટેબલમાં ટોપ-7માં રહી ગયેલી ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થશે.

ટૂર્નામેન્ટમાં યજમાન પાકિસ્તાનની સાથે કુલ આઠ ટીમો ભાગ લેશે. ICCના પ્રવક્તાએ ESPNcricinfo ને જણાવ્યું હતું કે, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ક્વોલિફિકેશન સિસ્ટમને 2021 માં ICC બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
બહાર થઈ શકે છે ઈંગ્લેન્ડની ટીમ - વર્તમાન વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ હાલ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે. આ વખતે 2019 વર્લ્ડ કપ વિજેતા ટીમ તેની 6 મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ઈંગ્લેન્ડે તેની છેલ્લી ત્રણમાંથી બે મેચ જીતવી પડશે.
અફઘાનિસ્તાન પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી શકે છે. આવા સમયે, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો આ
ટૂર્નામેન્ટમાંથી બહાર રહેશે.
ICCએ કર્યો છે નિયમોમાં ફેરફાર - એક મીડિયા નિવેદનમાં ICCએ જણાવ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો ભાગ લેશે. ચાર ટીમોના બે ગ્રુપ હશે. બંને ગ્રુપમાં ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. આ પછી ફાઈનલ રમાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 2013 અને 2017માં ODI રેન્કિંગ અનુસાર ટોચની આઠ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થતી હતી. આ વખતે ICCએ નવો નિયમ બનાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
