Bhuvneshwar Kumar : ભૂવનેશ્વરે બનાવો વર્લ્ડ રેકોર્ડ, આવું કરનારો બન્યો વિશ્વનો એકમાંત્ર પ્લેયર
Bhuvneshwar Kumar : ટી20 વર્લ્ડ કપની આજે રમાયેલી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ગ્રુપ બીમાં ટોચ પર પહોંચી ગયું છે.
Bhuvneshwar Kumar : ટી20 વર્લ્ડ કપની આજે રમાયેલી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ગ્રુપ બીમાં ટોચ પર પહોંચી ગયું છે. આ સાથે સાથે 8 પોઈન્ટ સાથે ભારત પાકિસ્તાનને પછાડી પ્રથમ સ્થાને પહોંચ્યું છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભૂવનેવશ્વર કુમારે એકલ વિકેટ ઝડપી હતી. જે ટી20 વર્લ્ડ કપમાં ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરે સુપર 12ની છેલ્લી મેચમાં ઘણા ઓછા રન આપ્યા હતા. આ સાથે તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ
ભુવનેશ્વર કુમારે ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી અને આ ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.T20 ક્રિકેટમાં ભુવનેશ્વર કુમારની આ 10મી મેડન ઓવર હતી. ટી-20 ક્રિકેટમાં આવું કારનામું કરનારો તે પ્રથમ બોલર બન્યો છે. ભુવનેશ્વરકુમાર પહેલા કોઈ બોલરે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10 ઓવર મેઈડન્સ ફેંકી નથી.

જસપ્રીત બુમરાહને પાછળ છોડ્યો
ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને માત આપીને આ મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચ પહેલા ભુવનેશ્વર કુમારઅને જસપ્રીત બુમરાહની વચ્ચે 9-9 મેડન ઓવર ટાઈ થઈ હતી. જસપ્રીત બુમરાહે 60 મેચમાં 9 મેડન ઓવર ફેંકી છે, જ્યારે ભુવનેશ્વરકુમારે 84મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

T20 વર્લ્ડ કપ 2022માં પર્ફોમન્સ
T20 વર્લ્ડ કપ 2022માં ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 5 મેચ રમીને 5.40 ની ઈકોનોમીથી રન આપ્યા છે. આ સાથે ભૂવીએ 4 વિકેટ લીધી છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચમાં પણ ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં માત્ર 11 રન આપ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ ડોટ બોલ ફેંકનારો બોલર પણ ભૂવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
