BCCIએ એશિયા કપનુ શિડ્યુલ જાહેર કર્યુ, ક્યારે છે ભારત-પાકિસ્તાનની મેચ? જાણો પુરી ડિટેલ્સ
એશિયા કપ 2023ના શિડ્યુલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે એશિયા કપ 2023ના શેડ્યૂલની જાહેરાત કરી છે. PCBના હાઇબ્રિડ મોડલ હેઠળ રમાતી આ ટૂર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે અન્ય 9 મેચ શ્રીલંકામાં યોજાવાની છે.
ટૂર્નામેન્ટના શેડ્યૂલ મુજબ, પાકિસ્તાનની પ્રથમ મેચ 30 ઓગસ્ટે નેપાળ સામે થશે. એશિયા કપ 2023 અંતર્ગત ભારત અને પાકિસ્તાનની મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ ગ્રુપ-સ્ટેજ મુકાબલો 2 સપ્ટેમ્બરે કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ આ ટુર્નામેન્ટમાં કુલ 13 ODI સાથે ભાગ લેશે. આ વર્ષે ટુર્નામેન્ટમાં ત્રણ-ત્રણ ટીમોના બે જૂથ હશે અને ટોચની બે ટીમો સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કરશે. સુપર ફોરની ટોચની બે ટીમો 17 સપ્ટેમ્બરે ફાઈનલ રમશે.
એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર કરતા, જય શાહે ટ્વીટ કર્યું, "મને બહુપ્રતીક્ષિત મેન્સ ODI એશિયાકપ 2023નું શેડ્યૂલ જાહેર કરતાં આનંદ થાય છે, જે એકતા અને એકતાનું પ્રતીક છે જે વિવિધ રાષ્ટ્રોને એક સાથે જોડે છે! ચાલો ક્રિકેટની ઉત્કૃષ્ટતાની ઉજવણીમાં જોડાઈએ અને આપણા બધાને જોડતા બંધનોની કદર કરીએ.
I am happy to announce the schedule for the highly anticipated Men's ODI #AsiaCup2023, a symbol of unity and togetherness binding diverse nations together! Let's join hands in the celebration of cricketing excellence and cherish the bonds that connect us all. @ACCMedia1 pic.twitter.com/9uPgx6intP
— Jay Shah (@JayShah) July 19, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
