Asia Cup Winners List 1984 to 2022 : એશિયા કપમાં ક્યારે કોણે જીતી ટ્રોફી, જાણો સંપૂર્ણ યાદી

Asia Cup Winners List 1984 to 2022 : એશિયા કપમાં એકવાર ફરીથી એશિયાઇ દેશો વચ્ચે ટ્રોફી જીતવા માટે ટક્કર જોવા મળશે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મેચ સાથે એશિયા કપ 2023ની શરૂઆત થવા જઇ રહી છે.

Asia Cup 2023 માં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકામાં રમવાની છે. ભારત પાકિસ્તાનને હરાવવાનો પ્રયાસ કરશે અને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાની પૂરી કોશિશ કરશે.

Asia Cup

ભારતે સૌથી વધુ ટાઇટલ જીત્યા છે : ભારતે એશિયા કપની ટ્રોફી સૌથી વધુ વખત કબ્જે કરી છે. ભારતીય ટીમે સૌથી વધુ સાત વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઇટલ જીત્યું છે.

ભારત આઠમી વખત ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ પહેલા વર્ષ 2018માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત એશિયા કપ જીતવામાં સફળ રહ્યું હતું.

રોહિત શર્મા પર રહેશે સૌની નજર : વર્લ્ડ કપ પહેલા એશિયા કપ ભારત માટે એક મોટા પડકાર સમાન છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ એશિયા કપ ટ્રોફી જીતીને પોતાનો રેકોર્ડ સુધારવા માંગશે. એશિયા કપ બાદ ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ દ્રષ્ટિએ પણ ભારતીય ટીમ માટે એશિયા કપમાં વધુ સારું પ્રદર્શન કરવું જરૂરી છે.

કઈ ટીમ ક્યારે જીતી

  • 1984 - ભારત (સુનીલ ગાવસ્કરની કપ્તાની હેઠળ)
  • 1986 - શ્રીલંકા (દુલીપ મેન્ડિસની કપ્તાની હેઠળ)
  • 1988 - ભારત (દિલીપ વેંગસરકરની કપ્તાની હેઠળ)
  • 1990/91 - ભારત (મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ)
  • 1995 - ભારત (મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ)
  • 1997 - શ્રીલંકા (અર્જુન રણતુંગાની કપ્તાની હેઠળ)
  • 2000 - પાકિસ્તાન (મોઈન ખાનની કપ્તાની હેઠળ)
  • 2004 - શ્રીલંકા (માર્વન અટાપટ્ટુની કપ્તાની હેઠળ)
  • 2008 - શ્રીલંકા (મહેલા જયવર્દનેની કપ્તાની હેઠળ)
  • 2010 - ભારત (એમએસ ધોનીની કપ્તાની હેઠળ)
  • 2012 - પાકિસ્તાન (મિસ્બાહ-ઉલ-હકની કપ્તાની હેઠળ)
  • 2014 - શ્રીલંકા (એન્જલો મેથ્યુસની કપ્તાની હેઠળ)
  • 2016 - ભારત (એમએસ ધોનીની કપ્તાની હેઠળ)
  • 2018 - ભારત (રોહિત શર્માની કપ્તાની હેઠળ)
  • 2022 - શ્રીલંકા (દાસુન શનાકાની કપ્તાની હેઠળ)
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X