Asia Cup 2023 : આ છે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા પાંચ કેપ્ટન

Asia Cup 2023 : એશિયા કપ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પીક પર છે. ભારતીય ટીમ જાહેર થઇ ગઇ છે. આ સાથે તમામ ટીમોએ એશિયા કપ માટેની તૈયારી પૂરી કરી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત બે સપ્ટેમ્બરના રોજ પાકિસ્તા સામે કરશે.

આ અહેવાલમાં આપણે જાણીશું કે, એશિયા કપમાં સૌથી વધારે રન બનાવનારા કેપ્ટન વિશે. આ યાદીમાં પાંચ કેપ્ટનનો સમાવેશ થાય છે, જેમાં ત્રણ ભારતીય કેપ્ટનનો સમાવેશ થાય છે.

Asia Cup 2023

અર્જૂન રણતુંગાએ બનાવ્યા છે સૌથી વધુ રન - એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 કેપ્ટનોની યાદીમાં પ્રથમ નામ શ્રીલંકાના અર્જૂન રણતુંગાનું છે. અર્જૂન રણતુંગાએ કેપ્ટન તરીકે 13 મેચમાં 74.24 ની એવરેજથી 594 રન બનાવ્યા હતા. આ સાથે એશિયા કપમાં તેના નામે 5 અડધી સદી અને એક સદી છે.

બીજા નંબર પર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ - એશિયા કપ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા કેપ્ટનોની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બીજા નંબર પર છે. એમએસ ધોનીએ કેપ્ટન તરીકે 14 મેચમાં 579 રન બનાવ્યા છે. કેપ્ટન કૂલ 82.71 ની એવરેજથી આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ દરમિયાન ધોનીએ 3 ફિફ્ટી અને એક સદી પણ ફટકારી હતી.

ત્રીજા સ્થાને છે સૌરવ ગાંગુલી - આ યાદીમાં સૌરવ ગાંગુલીનું નામ ત્રીજા સ્થાને છે. એશિયા કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન તરીકે ગાંગુલીએ 9 મેચમાં 400 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના નામે ત્રણ અડધી સદી અને એક સદી છે.

ચોથા નંબરે છે રોહિત શર્મા - ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું નામ એશિયા કપ ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર છે. તેણે ભારત માટે 5 મેચમાં 317 રન બનાવ્યા છે. હિટમેનના નામે એક સદી પણ નોંધાયેલી છે.

પાકિસ્તાનનો મિસ્બાહ-ઉલ-હક પાંચમા સ્થાને - એશિયા કપના ઇતિહાસમાં ટોપ-5 સૌથી વધુ રન બનાવનારા કેપ્ટનોની યાદીમાં પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હકનું નામ છેલ્લા સ્થાને છે. મિસ્બાહ-ઉલ-હકે સુકાની તરીકે પાકિસ્તાન ટીમ માટે 10 મેચમાં 310 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના નામે ચાર અડધી સદી પણ નોંધાયેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X