Asia Cup 2023, Most Runs: એશિયા કપમાં કોના નામે છે સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ, ટૉપ-5માં એક ભારતીય
Asia Cup 2023 Final: ભારતે 17 સપ્ટેમ્બરે આઠમી વખત એશિયા કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં જ સિમિત થઈ ગઈ હતી. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 263 બોલ બાકી રહેતા કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના ટાઈટલ જીતી લીધું હતું.
આ દરમિયાન મોહમ્મદ સિરાજે 21 બોલમાં છ વિકેટ લઈને ચમત્કાર કર્યો હતો. આવો જાણીએ કે એશિયા કપમાં કયા પાંચ બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા હતા.

શુભમન ગિલ
શુભમન ગિલ એશિયા કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ગિલે ટુર્નામેન્ટમાં ધીમી શરૂઆત કરી હતી પરંતુ સતત અર્ધસદી સાથે બાઉન્સ બેક કર્યું હતું. 24 વર્ષના આ ખેલાડીએ બાંગ્લાદેશ સામે 133 બોલમાં 121 રનની શાનદાર સદી ફટકારી હતી. ગિલ ટૂર્નામેન્ટની 6 મેચમાં 302 રન સાથે ચાર્ટમાં ટોચ પર છે.
કુસલ મેન્ડિસ
શ્રીલંકાના વિકેટકીપર કુસલ મેન્ડિસે એશિયા કપ 2023માં બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેન્ડિસ 6 મેચમાં 270 રન સાથે યાદીમાં બીજા સ્થાને રહ્યો. મેન્ડિસે અફઘાનિસ્તાન સામે 84 બોલમાં 92 રનની અડધી સદી ફટકારી હતી, જે તેનો સર્વોચ્ચ સ્કોર હતો.
સાદિરા સમરવિક્રમા
શ્રીલંકાની સ્ટાર બેટ્સમેન સાદિરા સમરવિક્રમાએ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું અને 6 મેચમાં 215 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 93 રન હતો. ટોચના બેટ્સમેનોની યાદીમાં સમરવિક્રમા ત્રીજા સ્થાને છે. તેણે એશિયા કપ 2023માં બે અર્ધસદી ફટકારી હતી.
બાબર આઝમ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 4 ઇનિંગ્સમાં 207 રન સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. એશિયા કપ 2023ની પ્રથમ મેચમાં તેની 151 રનની ઈનિંગ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ રન બનાવ્યા હતા.
મોહમ્મદ રિઝવાન
પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પાંચ મેચમાં 195 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટના ટોચના બેટ્સમેનોની યાદીમાં તે પાંચમા સ્થાને રહ્યો. ટૂર્નામેન્ટમાં રિઝવાને પોતાની બેટિંગ કૌશલ્યનું અદભૂત પ્રદર્શન કર્યું અને શ્રીલંકાની ટીમ સામે અણનમ 86 રન બનાવ્યા, જે તેનો સર્વોચ્ચ સ્કોર હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
