Asia Cup 2022 : રોહિત શર્માએ બનાવ્યા આ રેકોર્ડ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યા
એશિયા કપ 2022ના સુપર-4ની પોતાની બીજી મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાયું હતું. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી.
Asia Cup 2022 : એશિયા કપ 2022ના સુપર-4ની પોતાની બીજી મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાયું હતું. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ સુકાની રોહિત શર્મા એક છેડે ઉભો હતો.
તેણે 41 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં હિટમેને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિતે દિગ્ગજ ભારતીય ક્રિકેટ સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જોકે, ભારત આ મેચ હારી ગયું હતું.

Asia Cup માં સૌથી વધુ રન
રોહિત શર્માએ શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન, તે એશિયા કપના બંને ફોર્મેટ (ODI અને T20)માં સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

વિરાટ કોહલીએ 920 રન બનાવ્યા
રોહિતે Asia Cup માં અત્યાર સુધીમાં 1016 રન બનાવ્યા છે, જ્યારે સચિન તેંડુલકરે 971 અને વિરાટ કોહલીએ 920 રન બનાવ્યા છે. રોહિત Asia Cup માં 1000થી વધુ રન બનાવનારો પ્રથમ ભારતીય બેટ્સમેન છે.

સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
- રોહિત શર્મા: 1016
- સચિન તેંડુલકર: 971
- વિરાટ કોહલી: 920
- એમએસ ધોની: 690

રોહિત શર્માએ શ્રીલંકા સામે ફિફ્ટી ફટકારી
રોહિત શર્માએ શ્રીલંકા સામે ફિફ્ટી ફટકારી હતી. આ સાથે તે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનારો બેટ્સમેન બની ગયો છે.

આ રેકોર્ડમાં વિરાટની કરી બરાબરી
આ મામલે તેણે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. બંને ભારતીય બેટ્સમેનોએ 32 વખત T20 ઈન્ટરનેશનલમાં પચાસથી વધુ સ્કોર બનાવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
