અનુષ્કાના થયા વિરાટ, જુઓ એમના લગ્નની સુંદર તસવીરો!
ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ સોમવારે રાત્રે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ બંનેએ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ઇટલીમાં લગ્ન કર્યા હતા. આ અંગે વધુ વાંચો અહી
ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ સોમવારે રાત્રે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ બંનેએ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ઇટલીમાં લગ્ન કર્યા હતા. સોમવારે મોડી રાત્રે આ બંનેના લગ્નની અધિકૃત રીતે ઘોષણા કરવામાં આવી હતી. લગ્નમાં અનુષ્કા શર્માએ પિંક રંગનો વેડિંગ આઉટફિટ પહેર્યો હતો, દુલ્હન અનુષ્કા શર્મા ખૂબ સુંદર લાગી રહી હતી. વિરાટે ઑફ વ્હાઇટ રંગની શેરવાની પહેરી હતી. ટીમ ઇન્ડિયાના કપ્તાને પોતે ટ્વીટ કરી પોતાના ફેન્સને લગ્નની જાણકારી આપી હતી.

અનુષ્કાના થયા વિરાટ
વિરાટ અને અનુષ્કા શર્માએ ભારતીય પરંપરા અનુસાર સાત ફેરા લઇ લગ્ન કર્યા હતા. માત્ર ખૂબ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં વિરાટ-અનુષ્કાના લગ્ન થયા હતા. આ પ્રસંગે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન પણ લગ્નમાં હાજર રહ્યા હોવાની ખબર છે.

અનુષ્કાએ પણ કર્યું ટ્વીટ
લગ્ન બાદ અનુષ્કા શર્માએ પણ પોતાના લગ્નની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, આજે અમે એકબીજાને કાયમ માટે પ્રેમ બંધનમાં બંધાવાનો વાયદો કર્યો છે. વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરતાં અનુષ્કા માટે પ્રેમભર્યો સંદેશ લખ્યો હતો અને ફેન્સનો આભાર માન્યો હતો. વિરાટે લખ્યું કે, આજે અમે બંને હંમેશા માટે પ્રેમના બંધનમાં બંધાયા છીએ. અમારા આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે મિત્રો અને પરિવારજનોનો આભાર.

દિલ્હી અને મુંબઇમાં રિસેપ્શન
વિરાટ અને અનુષ્કાના પ્રવક્તાએ લગ્ન અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, ઇટલીમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં આ બંનેના લગ્ન થયા હતા. ત્યાર બાદ હવે દિલ્હી અને મુંબઇમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 21 ડિસેમ્બરના રોજ દિલ્હી અને 26 ડિસેમ્બરના રોજ મુંબઇમાં અન્ય મિત્રો, કૉર્પોરેટ ફ્રેન્ડ્સ અને ક્રિકેટર્સ માટે રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

અહીં ફરવા જશે વિરાટ-અનુષ્કા
લગ્ન બાદ અનુષ્કા વિરાટ સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે, જ્યાં વિરાટ પોતાની આગામી સીરિઝની તૈયારીઓ કરશે. વિરાટ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યા બાદ અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત થઇ જશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાની મુલાકાત વર્ષ 2013માં એક શેમ્પૂની એડ શૂટ દરમિયાન થઇ હતી, જે પછી બંને ધીરે-ધીરે નજીક આવ્યા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
