Pics: આ લોકો જંગલમાં ક્રિકેટ એટલે રમે છે કે તે એઇડ્સથી બચી શકે!
આફ્રિકાના જંગલોની વચ્ચોવચ કેન્યામાં એક જગ્યા છે લાઇકીપિયા. અહીં રહે છે મસાઇ નામની આદિવાસી જનજાતિ. જે જંગલોની વચ્ચો વચ રમે છે ક્રિકેટ. ચારે બાજુ જંગલોથી ધરેયેલા આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દડો ઉછળીને સિંહની ગુફામાં જવાનો વારો આવી જાય છે અને ફિલ્ડિંગ કરતા કરતા તેમને રસ્તામાં સાપ પણ દેખાઇ જાય છે. તેમ જતાં તે મોજથી ક્રિકેટ રમે છે. તેમના માટે આ ક્રિકેટ જ તેમની અનેક આશાને પૂરું કરવાનું સાધન છે. અને હવે તો સાચા શબ્દોમાં આ ક્રિકેટ હવે તેમની ઓળખ બની ગયું છે.
આ મસાઇ ક્રિકેટ ટીમની સૌથી મોટી ખાસયિત છે કે તે પોતાના પરંપરાગત કપડામાં જે રીતે ક્રિકેટ રમે છે તેને જોતા તેવું જ લાગે છે કે તે વિશ્વકપ વિજેતા ક્રિકેટ ટીમને પણ ચપટી વગડતા પછાડી શકે છે. તેમની પણ આ જ ઇચ્છા છે એક એક વાર તો દુનિયાના સૌથી શ્રેષ્ઠ ટીમને એક વાર તો ધૂળ ચખાડવી જ છે. જો કે સૌથી મહત્વપૂર્ણ વાત તે છે કે આ ટીમ અન્ય કોઇ ક્રિકેટરની જેમ પૈસા કમાવવા નથી રમતી. તેમનું આ કરવા પાછળનું એક મોટું કારણ છે. અને સૌથી મોટી વાત આ ટીમમાં મહિલા અને પુરુષ બન્ને સભ્યો છે. ત્યારે કેમ આ લોકો રમે છે ક્રિકેટ અને તેની પાછળ શું કારણ છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ઇંગ્લેન્ડ ટીમથી ટક્કર
આ લોકો હવે ઇંગ્લેન્ડ ટીમ સાથે રમવાના છે. અને તે આ વાતને લઇને ખૂબ જ ઉત્સાહી છે કે તેમને આટલી મોટી ટીમ વિરુદ્ધ રમવાનો મોકો મળ્યો છે.

એડ્સથી યુદ્ધ
આ લોકો ક્રિકેટ રમીને જે પણ કમાણી કરે છે તેને પોતાના વિસ્તારમાં ફેલાઇ રહેલી એચઆઇવી એડ્સની સારવારમાં આપે છે.

એક જ આશ બસ કોઇને મદદ કરવી
આ લોકો અનોખી સ્ટાઇલથી ક્રિકેટ રમે છે. વળી ચોગ્ગો છગ્ગો લાગી જાય તો ગ્રાઉન્ડ પર મન મૂકીને થોડું નાચી પણ લે છે. જો કે આ તમામ પાછળ તેમની એક જ સદ્દભાવના છે કે વધુમાં વધુ લોકો કાળમુકા એડ્સથી મુક્ત થાય.

ગરીબાઇ
આ લોકો આફ્રિકાની જે જગ્યાએથી આવે છે ત્યાં એટલી ગરીબાઇ છે કે લોકોની પાસે ના પીવા ચોખ્ખુ પાણી છે ના ખાવા બે ટંક અનાજ. અને માટે જ આ રીતે ક્રિકેટ રમીને તે પૈસા કમાય છે અને ગરીબો અને જરૂરિયાતમંદોને આપે છે.

સિડની સફર
હાલમાં જ આ લોકોની ટીમ સીડની ગઇ હતી. જ્યાં તેમણે ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ટીમ સાથે મેચ કરી હતી.

જંગલ
આ લોકો જંગલમાં જ અલગ અલગ ગામની ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટ રમે છે. જેને જોવા માટે પર્યટકો પણ આવે છે.

પારંપરિક વસ્ત્રો સાથે ક્રિકેટ
આ લોકો ક્રિકેટ રમતી વખતે પોતાનો પરંપરિક પોશાક જ પહેરે છે. જે તેમના ક્રિકેટનો યુનિક પોઇન્ટ છે.

પુરુષો ને મહિલાઓ સાથે
આ લોકોની ટીમમાં પુરુષો અને મહિલાઓ બન્ને હોય છે. અને તે આ દ્વારા લિંગ અસામનતાને દૂર કરવા ઇચ્છે છે. છેને અનોખી વાત ભલે ઓછું ભણ્યા હશે પણ તેમની સોચ ખૂબ જ ઊંચી છે.

શિક્ષણને મહત્વ
આ લોકો ઇચ્છે છે કે તેમની જનજાતિના લોકો પણ ભણી ગણીને આગળ વધે. અને તેમનો દેશ પણ વિકાસ કરે.

દારૂથી દૂરી
મસાઇ જાતિના લોકો સામાન્ય રીતે દારૂનું મોટા પ્રમાણમાં સેવન કરે છે. પણ આ ક્રિકેટરોનો તો એક જ ઉદ્દેશ છે કે જો રમવું હોય તો દારૂ જાકારો આપો અને પછી જ રમો.

ડ્રગ્સ વિરુદ્ધ
આ લોકો તમામ પ્રકારના નશાવાળી પ્રવૃત્તિથી દૂર રહે છે અને તેમના સમાજ અને અન્ય લોકોને પણ તે જ સલાહ આપે છે કે નશો કોઇનો સગો નથી. તે તો ખાલી વિનાશ જ નોતરે છે.

મસાઇ ક્રિકેટ વોરિયર્સ
આ લોકોએ પોતાની ટીમનું નામ આપ્યું છે મસાઇ ક્રિકેટ વોરિયર્સ. અને તેમના કારનામાં પણ કોઇ વોરિયર્સ એટલે કે યૌદ્ધાથી ઓછા નથી. ત્યારે તે આગળ પણ આવા સારા કામ કરીને લોકોમાં જાગૃતતા ફેલવતા રહે તેવી જ આશા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
