ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર બન્યા અજીત અગરકર, 5 મહિનાથી ખાલી હતું આ પદ
ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ મંગળવારે રાત્રે જાહેર કરેલી મીડિયા બ્રીફમાં આ જાહેરાત કરી હતી.
5 વર્ષીય પૂર્વ બોલરે પૂર્વ ક્રિકેટર ચેતન શર્માની જગ્યા લીધી છે. શર્માને સ્ટિંગ ઓપરેશન બાદ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં તે ભારતીય ક્રિકેટરો ફિટનેસ માટે ઈન્જેક્શન લે છે તેવો દાવો કરતા સાંભળવામાં આવ્યા હતા.

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરનું પદ છેલ્લા 5 મહિનાથી ખાલી હતું, કારણ કે ચેતન શર્માને ચીફ સિલેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. તેમના સ્થાને શિવ સુંદર દાસને વચગાળાના પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા.
આ પદ માટે અજીત અગરકરનું નામ મોખરે ચાલી રહ્યું હતું. અગાઉ, અગરકર દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફના સભ્ય હતા. તે મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે આસિસ્ટન્ટ બોલિંગ કોચ તરીકે કામ કરી રહ્યા હતા, પરંતુ તાજેતરમાં તેણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે મુખ્ય પસંદગીકારના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. આ પદ માટે ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર અજીત અગરકરનું નામ મોખરે હતું. 45 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર અગરકરે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 58, 288 વિકેટ અને ત્રણ વિકેટ ઝડપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
