AFG vs NZ, World Cup 2023: ન્યૂઝીલેન્ડની 149 રને જીત, સ્ટનર અને લુકીએ લીધી 3-3 વિકેટ

AFG vs NZ, World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં અફઘાન સામે ન્યુઝીલેન્ડ (AFG vs NZ) ની મેચ રમાઇ હતી. જેમાં અફઘાનિસ્તાનની હાર થઇ છે. આ મેચ ન્યુઝીલેન્ડે 149 રનથી જીતી લીધી છે. 289 રનના ટારગેટ ચેઝ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમ માત્ર 34.4 ઓવરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

જો અફઘાનિસ્તાનની બેટિંગની વાત કરવામાં આવે, તો રહેમાન શાહે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. આ સાથે અઝમતુલ્લાએ 27 અલીખીલે 19 રન અને ઇબ્રાહિમે 14 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નવિન ઉલ હક અને ફઝલ્લાહ ફારુકી ઝિરો રન પર આઉટ થયા હતા.

AFG vs NZ

ન્યૂઝિલેન્ડની બોલિંગની વાત કરવામાં આવે, તો માઇકલ સ્ટનર અને લુકી ફરગ્યુશને 3-3 વિકેટ લીધી છે. આ સાથે બોલ્ટે 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત હેનરી અને રચિને 1-1 વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડની ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સે 80 બોલમાં 71 રન બનાવ્યા છે. જેમાં 4 ચોગ્ગા અને 4 છક્કા ફટકાર્યા છે. ટોમ લાથમ 74 બોલમાં 68 રન ફટકાર્યા છે. જેમાં 3 ફોર અને 2 સિક્સ ફટકારી છે. વિલ યંગ 64 બોલમાં 54 રન બનાવ્યા છે. જેમાં 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

આ સાથે અફઘાનિસ્તાની ટીમની બોલિંગની વાત કરવામાં આવે તો સૌથી વધુ વિકેટ નવી ઉલ હક અને અઝમતુલ્લાએ 2-2 વિકેટ લીધી હતી. આ સાથે રાશિદ ખાન અને મુઝિબ રહેમાને 1-1 વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X